Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

મરાઠાવાડમાં ભારે વરસાદનો કેર : ૪૮ કલાકમાં ૧૩ના મોત : ૫૬૦ લોકોને કરાયા રેસ્કયુ

મરાઠાવાડ વિસ્તારમાં ભારે વરસાદ, પુર અને વીજળી પડવાથી ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે

મુંબઇ તા. ૨૯ : મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન મરાઠાવાડ વિસ્તારમાં ભારે વરસાદ, પુર અને વીજળી પડવાથી ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે. એનડીઆરએફની ટીમ લોકોને રાહત આપવામાં લાગી છે. ૫૬૦ થી વધારે લોકોને હેલિકોપ્ટરોના માધ્યમથી બચાવવામાં આવ્યા. અધિકારીઓએ જણાવ્યું કે રવિવાર અને સોમવારે મરાઠાવાડમાં થયેલા ભારે વરસાદથી અનેક ઘર ક્ષતિગ્રસ્ત થતા સેંકડો જાનવર પાણીમાં વહીં ગયા. અધિકારીનું કહેવું છે કે મરાઠાવાડને બારહમાસી સુકાગ્રસ્ત વિસ્તાર માનવામાં આવે છે. પરંતુ આ વરસાદના કારણે તબાહી મચેલી છે.

મરાઠાવાડ મધ્ય મહારાષ્ટ્રનો વિસ્તાર છે. જયાં વરસાદે ભયંકર નુકસાન નોતર્યુ છે. અહીં ૮ જિલ્લા ઔરંગાબાદ, લાતૂર, ઉસ્માનાબાદ,પરભણી, નાંદેડ, બીડ, જાલના અને હિંગોલીમાં ભારે નુકસાન પહોંચ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે મંજારા બાંધથી અડિને આવેલા વિસ્તારમાં ભારે વરસાદને કારણે જળ સ્તર વધવાથી મંગળવારે પાણીની નિકાસી માટે મંજારા બાંધથી તમામ ૧૮ અને મજલગામ બાંધના ૧૧ ગેટ ખોલી દેવામાં આવ્યા. જેનાથી ૭૮, ૩૯૭ કયૂસેક ૮૦, ૫૩૪ કયૂસેક પાણી છોડવામાં આવ્યું. આ કારણે બીડ જિલ્લાના કેટલાક ગામોમાં પુર આવી ગયુ. જયારે પડોશી જિલ્લામાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યા છે.

અધિકારીઓના અનુસાર યવતમાલ જિલ્લામાં મંગળવારે સવારે એમએસઆરટીસીની બસ નાગપુરથી નાંદેડ જઈ રહી હતી. પુરના પાણીમાં ડુબેલા પુલને પાર કરતા સમયે વહી જવાથી એક વ્યકિતનું મોત થયું છે અને ૩ ગુમ થયા છે. આ ઘટના ઉમરખેડ તાલુકાના દહાગાંમ પુર પર સવારે લગભગ ૮ વાગે થઈ.

પ્રશાસન તરફથી જારી સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે ૪૮ કલાકમાં બીડમાં ૩ , ઓસ્માનાબાદ અને પરભનીમાં ૨-૨ અને જાલના, નાદેડ અને લાતૂરમાં એક એક વ્યકિતના મોત થયા છે. જો કે આમાં મોતની વિગતવાર જાણકારી નથી મળી. એક અધિકારીએ જણાવ્યું કે સરસા ગામમાં માંજરા નદીના તટ પર ફસાયેલા ૪૦માંથી ૨૫ લોકોને બોટની મદદથી કાઢવામં આવ્યા છે અને બાકી ૧૫ સુરક્ષિત સ્થાનો પર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે રેનાપુર તાલુકાના ડિગોલ દેશમુખ વિસ્તારમાં નદીમાં ફસાયેલા ૩ લોકોને કાઢવામાં આવ્યા.

(11:09 am IST)