Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રાજકોટ-પાટણ-મોરબી-સુરેન્દ્રનગર-મહેસાણામાં ઓરેન્જ એલર્ટ

આ મહિનામાં અત્યાર સુધીમાં ત્રણ ગણો વધુ વરસાદ ખાબકયોઃ દ.ગુજરાતમાં સૌથી વધુ વરસ્યો : ૨૦ જીલ્લાઓમાં યેલો એલર્ટ : સાયકલોનીક સરકયુલેશનના લીધે ગુજરાતભરમાં ચાર દિવસ મુશળધાર વરસાદ પડશેઃ હવામાન ખાતુ

રાજકોટઃ ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેના પગલે ૨૦ જિલ્લામાં યેલો અને ૬ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. IMDનું માનીએ તો, સાઈકલોન સરકયુલેશનના લીધે રાજકોટ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, તો વળી ૨૦ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વિતેલા ૨૪ કલાકમાં ૧૯૦ તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. તેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબરકાંઠામાં સૌથી વધારે વરસાદ થયો છે.

 રાજ્યમાં સરેરાશ ૮૫ ટકા વરસાદ નોંધાયો છે. ગત ૨૭ સપ્ટેમ્બર સુધી ૧૩૫ ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. પણ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછો વરસાદ નોંધાયો છે. હાલમાં રાજ્યમાં ૧૦ ટકા વરસાદ ઓછો છે. આવા સમયે સપ્ટેમ્બર મહિનામાં ૩ ગણો વધારે વરસાદ થયો છે. આપને જણાવી દઈએ કે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો છે. તો વળી કચ્છ અને ગુજરાતના અમુક વિસ્તારોમાં ખૂબ જ ઓછો વરસાદ જોવા મળ્યો છે.

(1:04 pm IST)