Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

તાલિબાને ભારતને લખ્યો પત્ર : વિમાન સેવા ફરીથી શરૂ કરવા અપીલ

અફઘાન એરપોર્ટ ફરી શરૂ : કાબુલથી હવાઇ સેવા શરૂ કરવાની તાલીબાનની ઇચ્છા

નવી દિલ્હી તા. ૨૯ : તાલિબાનસરકારે અફઘાનિસ્તાન અને ભારતની વચ્ચે ઉડાન સેવાને ફરી શરૂ કરી દેવાની ઈચ્છા વ્યકત કરવામાં આવી છે. તાલિબાને આ મામલામાં ભારત સરકારને પત્ર પણ લખ્યો છે. આ પત્રમાં ૭ સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનમાં નાગરિક હવાઇ સેવા પ્રાધિકરણના કાર્યવાહક મંત્રી હમીદુલ્લાહ અખુનઝાદાએ ભારતના નાગરિક ઉડ્ડયન (DGCA)ના મહાનિર્દેશક અરૂણ કુમારને પત્ર લખ્યો છે. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન આ પત્ર પર વિચાર કરી રહ્યું છે. અખુનજાદાએ ડીજીસીએ લખ્યું જેવું કે તમે સારી રીતે જાણો છો કેકાબૂલએરપોર્ટને અમેરિકન ફોર્સિસે નુકસાન પહોંચાડ્યું હતુ અને તેને નિષ્ક્રિય કરી દીધુ હતુ. પરંતુ અમારા મિત્ર કતારના ટેકિનકલ સપોર્ટથી આ એરપોર્ટને એકવાર ફરી ચાલૂ કરી દેવામાં આવ્યું છે. આ સંબંધમાં એક NOTAM(એરમેનને નોટિસ) ૬ સપ્ટેમ્બર ૨૦૨૧એ જારી કરી દીધી હતી.

(3:19 pm IST)