Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

નોકરીઓ ૨૫ ટકા વધી, મહિલાઓને મળી માત્ર ૬ ટકા

સાઇબર સુરક્ષા : સૌથી વધુ માંગ ડેટા સાયન્ટિસ્ટ, મશીન લર્નિંગ અને ડેટા એનાલિસ્ટની

   મુંબઈ તા ૨૯, કોરોના મહામારી દરમિયાન ઓનલાઇન કામકાજ પર નિર્ભરતાના કારણે સાઇબર સુરક્ષાના ક્ષેત્રમાં નોકરીઓનો અવસર ઝડપથી વધી રહ્યા છે. જેમાં વર્ષમાં ૨૫ ટકા નોકરીઓ વધી છે.  ચિંતાની વાત એ છે કે મહિલાઓની ભાગીદારી માત્ર ૬ ટકા છે. જે માત્ર ૨૦૨૫ સુધીમાં ૧૧ ટકા થવાની ઉમ્મીદ છે. તેમાં સૌથી વધુ માંગ ડેટા સાયન્ટિસ્ટ, મશીન ર્લનિંગ અને ડેટા એનાલિસ્ટની છે. આ ખુલાસો ટીમલીઝ સર્વિસીઝના રિપોર્ટથી થયો છે.

 નોકરીઓમાં મહિલાઓ ઓચી હોવાનું કારણ સાઇબર સુરક્ષામાં તેની રુચિ ઓછી છે. ૭૭ ટકા મહિલાઓ બીએસસી, બીકોમ, એમએસસી, એમસીએ, અને ૨૩ ટકા બીઈ, બીટેક સહીત અન્ય વિષયોમાં પ્રવેશ લ્યે છે. કંપનીઓની પ્રાથમિકતા પણ પુરુષો જ છે.

 વધશે ૧૫ લાખથી પણ વધુ નોકરીઓ

 દેશમાં ૨૦૨૫ સુધીમાં સાઇબર સુરક્ષામાં ૧૫ લાખથી વધુ નોકરીઓનો અવસર વધવાની ઉમ્મીદ છે. વર્ષ ૨૦૨૦ - ૨૦૨૧માં ૭૪ ટકા કંપનીઓ, સંગઠનોને વધુ સુરક્ષાની જરૂરત છે. આ વર્ષે ૫૦ હજારથી વધુ નોકરીઓ  આપવામાં આવી. તેવી જ રીતે વર્ષ ૨૦૨૨માં વૈશ્વિક  માંગણી અપેક્ષા દેશમાં ૯ ટકાથી વધુ માંગની ઉમ્મીદ છે. ( ટીમલીઝ સર્વિસના  ,ન્યુનતમ શરૂઆતી વેતન પ્રતિ માસ એક લાખ રૂપિયા)

 ક્યાં સેકટરમાં કેટલી માંગ

  સેકટર

એન્ટ્રી લેવલ

મીડ

અનુભવી

-  ડેટા સાયન્ટિસ્ટ

૫.૧

૧૪

૧૦૦

-  મશીન લર્નિંગ

૫.૧

૧૪

૨૦

- ડેટા એનાલિસ્ટ

૩.૪

૬.૮

૧૮

- ડેટા એન્જીનીયર

 ૪

૧૨

૧૬

- એઆઈ એન્જીનીયર

૭.૯

૧૧

૧૪

- રિસર્ચ એન્જીનીયર

૫.૬

૧૦

 ૧૩

- નેટવર્ક સિક્યુરિટી એન્જીનીયર

૩.૪

૭.૭

૯.૭

- સાઇબર સિક્યુરિટી એનાલિસ્ટ

૪ 

૯.૩

૧૫

(3:20 pm IST)