Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

કાનપુરમાં જીવંત થયા તુલસીદાસના શ્રીરામ તુલસીદાસનું જીવન પણ જોઇ શકાશે

ઉત્તર પ્રદેશનો પહેલો રામાયણ થીમ પાર્ક થયો શરૂ

કાનપુરઃ રાજયનો પહેલો રામાયણ થીમ પાર્ક શરૂ થઇ ચૂકયો છે. પાર્કની સફળ ટ્રાયલ પુરી થઇ ગઇ છે. ટુંક સમયમાં જ તેને દર્શકો માટે ખોલવામાં આવશે. સામાન્ય પાર્કથી અલગ એવા આ પાર્કમાં દર્શકોને ત્રેતાયુગના ડીજીટલ દર્શન કરાવાશે.  તેમાં શ્રી રામનું જીવન, રામચરિત માનસના રચયિતા તુલસીદાસનું જીવન, હનુમાન ચાલીસા અને સુંદરકાંડ ડીજીટલી જોઇ અને વાંચી શકાશે. આ થીમ પાર્ક કાનપુરના મોતી સરોવર ખાતેના તુલસી ઉપવન પાર્કમાં છ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

સ્ક્રીન પર શ્રી રામના જીવનની સાથે તુલસીદાસના જીવનને પણ દર્શાવાયું છે. ૧૭.૫૭ મીનીટની ફિલ્મમાં રામ બોલવાથી તુલસીદાસ બનવા સુધીની તેમની સફર દર્શાવાઇ છે.

લગભગ ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ સ્ક્રીન પર ભગવાન શ્રી રામના જન્મથી માંડીને વનવાસ સુધીનું સંપુર્ણ જીવન દર્શાવવામાં આવશે. ૧૫ મીનીટની આ ફિલ્મમાં ચિત્રકૂટ અને અયોધ્યાને દર્શાવવામાં આવ્યા છે. થીમ પાર્કમાં ત્રણ પાનામાં હનુમાન ચાલીસા અને ૧૨ પાનામાં સુંદરકાંડને પણ ડીજીટલી વાંચી શકાશે. થીમ પાર્કના નિર્માણ સાથે સંકળાયેલા મુકુલ રાવતે કહ્યું કે આ ડીજીટલ મુવીને તૈયાર કરવામાં પાંચ મહિના લાગ્યા છે.

(3:23 pm IST)