Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ચીનમાં વિજળી ગુલ થતા વિશ્વભરની ફેકટરીઓ હલબલી ઉઠીઃ મોબાઇલથી લઇને કારની સપ્લાયને થશે અસર

ચીનની અર્થવ્યવસ્થા ધીમી પડીઃ વૈશ્વિક સપ્લાય ચેન વેરવિખેર

નવી દિલ્હી, તા.૨૯: ચીનમાં વીજ સપ્લાયનું સંકટ ઘેરૂ બન્યું છે. આના કારણે ઘરોની વીજળી કાપવામાં આવી રહી છે અને ફેકટરીઓ ઉત્પાદનમાં કાપ માટે મજબૂર બની રહી છે. ચાઇના પાવર ક્રાઇસીસના કારણે દેશની વિશાળ અર્થવ્યવસ્થા ધીમી થવાનું અને વૈશ્વિક સપ્લાય ચેઇનને અસર થવાની શકયતા છે.

ચીનમાં આ વીજ સંકટથી દુનિયાભરમાં કાર અને સ્માર્ટફોન સહીત ઘણા બધા ઇલેકટ્રોનિક ઉપકરણોના ઉત્પાદન પર અસર પડી શકે છે. ચીનના ઔદ્યોગિક વિસ્તારોમાં કંપનીઓને વીજ માંગ ઘટાડવા કહેવામાં આવ્યું છે.

ચીનના સરકારી મીડીયાના એક રીપોર્ટમાં કહેવાયું છે કે કેટલાક ઘરોમાં વીજ કાપ મુકવામાં અપાયો છે, જેના કારણે કેટલાક લોકો લીફટમાં ફસાઇ ગયા હતા.

ચીનની બધી શકિતશાળી ઇકોનોમીક પ્લાનીંગ એજન્સીએ દેશના વીજ સંકટને દૂર કરવામાં કામે લાગી છે. બુધવારે આ એજન્સીઓએ પોતાના નાગરિકો અને ધંધાર્થીઓને વિશ્વાસ આપ્યો છે કે તેઓ વીજ સંકટથી ઉગરવા દરેક પ્રયત્નો કરી રહ્યા છે અને વીજ સપ્લાય પર નજર રાખી રહ્યા છે જેથી વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય.

છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન દુનિયાભરની ફેકટરીઓ માટે કાચા માલના સપ્લાયર તરીકે વિકસીત થયું છે. દુનિયાભરમાં દવા, ઇલેકટ્રોનિકસ, પ્લાસ્ટીક, કાર, ઓટો મોબાઇલ અને અન્ય ફેકટરીઓ માટે જરૂરી સામાન સપ્લાય કરવામાં ચીન અગ્રણી દેશ છે. ચીનના વર્તમાન વીજસંકટથી દુનિયાભરની ફેકટરીઓના ઉત્પાદનને અસર થઇ શકે છે. તેનાથી ગ્લોબલ ઇકોનોમી પર સંકટ અને રોજગાર તથા અર્થવ્યવસ્થા પર ભારે અસર થવાની શકયતા છે.

(3:26 pm IST)