Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

શિરોર મઠ :16 વર્ષીય વ્યક્તિને મઠાધિપતિ તરીકે અભિષેક કરવા વિરુદ્ધની જાહેર હિતની અરજી કર્ણાટક હાઇકોર્ટે ફગાવી : છેલ્લા 800 વર્ષથી ચાલી રહેલી ધાર્મિક પરંપરામાં કોર્ટ દખલગીરી નહીં કરે

કર્ણાટક : શિરોર મઠમાં 16 વર્ષીય વ્યક્તિને મઠાધિપતિ તરીકે અભિષેક કરવા વિરુદ્ધની જાહેર હિતની અરજી કર્ણાટક હાઇકોર્ટે ફગાવી દીધી છે.  કોર્ટે કહ્યું કે તે આવશ્યક ધાર્મિક પ્રથામાં દખલ નહીં કરે જે છેલ્લા 800 વર્ષથી ચાલુ છે.

અરજીમાં 16 વર્ષીય વ્યક્તિને મઠાધિપતિ તરીકે અભિષેક કરવાની કાયદેસરતાને પડકારવામાં આવી હતી. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયમૂર્તિ સચિન શંકર મગદુમની ખંડપીઠે શ્રી શિરૂર મુઠ ભક્ત સમિતિ, ઉડુપીના મેનેજિંગ ટ્રસ્ટ દ્વારા રજૂ કરવામાં આવેલી અરજી પર ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો .

વધુમાં, કોર્ટે અભિપ્રાય આપ્યો કે ધાર્મિક વિવાદો/ મુદ્દાઓ સાથે સંકળાયેલા કેસોમાં, કોર્ટ ધાર્મિક લખાણ અથવા પ્રથાઓ જો તે વ્યક્તિના કોઈપણ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ન કરે તો તેને અનુસરવાની જવાબદારી હેઠળ છે .

અદાલતે ચુકાદો આપ્યો કે શિરોર મઠ એક ધાર્મિક સંપ્રદાય છે અને તેની આવશ્યક ધાર્મિક પ્રથા સુરક્ષિત છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:57 pm IST)