Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સરકારી નોકરિયાતોની નિવૃત્તિની ઉંમર વધારવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજી મદ્રાસ હાઈકોર્ટે ફગાવી : અરજી કરનારને દસ હજાર રૂપિયાનો દંડ કર્યો : બે વર્ષ સુધી જાહેર હિતની અરજી કરવા ઉપર પ્રતિબંધ મુક્યો

ચેન્નાઇ : સરકારી નોકરિયાતોની નિવૃત્તિની ઉંમર વધારવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજી મદ્રાસ હાઈકોર્ટે ફગાવી દીધી છે.અરજી કરનારને દસ હજાર રૂપિયાનો દંડ કર્યો છે.તથા બે વર્ષ સુધી જાહેર હિતની અરજી કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.

અરજદારે ચિંતા વ્યક્ત કરી હતી કે બેરોજગારી વધી રહી છે અને નિવૃત્તિની ઉંમર વધારવી સરકારી નોકરી મેળવવા માંગતા લોકો માટે હાનિકારક હશે. જેણે સરકારી નોકરિયાતોની નિવૃત્તિની ઉંમર અગાઉના 59 વર્ષથી વધારીને 60 વર્ષ કરવાના રાજ્ય સરકારના ફેબ્રુઆરી 2021 ના નિર્ણયને પડકાર્યો હતો. (આર બાલામુરલીધરન વિ. યુનિયન ઓફ ઇન્ડિયા અને ઓઆરએસ)

વધુમાં, મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જી અને ન્યાયમૂર્તિ પી.ડી. ઓડીકેસવાલુની ખંડપીઠે પણ અરજીકર્તાને સંબંધિત કોર્ટની અગાઉની પરવાનગી મેળવ્યા વિના મદ્રાસ હાઇકોર્ટમાં બે વર્ષ માટે કોઇ પણ જાહેર હિતની અરજી (પીઆઇએલ) દાખલ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

કોર્ટે  નોંધ્યું હતું કે અરજી વાહિયાત અને "માત્ર પ્રચાર હેતુ માટે" દાખલ કરવામાં આવી છે. આ સરકારી નીતિની બાબત છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:27 pm IST)