Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સેન્સેક્સમાં ૨૫૪, નિફ્ટીમાં ૩૭ પોઈન્ટનું ગાબડું પડ્યું

ઓટો, બેન્ક, કેપિટલ ગુડ્સ સેક્ટરમાં વેચવાલી : શાંઘાઈ, ટોક્યો ને સિયોલના શેર બજારમાં ભારે ગિરાવટ

મુંબઈ, તા.૨૯ : સ્થાનિક શેર બજાર બુધવારે સતત બીજા સત્રમાં ગિરાવટ સાથે બંધ થયા. આ પહેલાં દિવસના કારોબાર દરમિયાન શેર બજારોમાં ખૂબજ ઊતાર-ચઢાવ જોવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ ૨૫૪.૩૩ પોઈન્ટ એટલે કે ૦.૪૩ ટકાની ગિરાવટ સાથે ૫૯,૪૧૩.૨૭ પોઈન્ટના સ્તરે બંધ થયો. એ જ રીતે એનએસઈ નિફ્ટી ૩૭.૩૦ પોઈન્ટ એટલે કે ૦.૨૧ ટકાની ગિરાવટ સાથખે ૧૭,૭૧૧.૩૦ પોઈન્ટના સ્તર પર બંધ થયો. નિફ્ટી પર એચડીએફસી, કોટક મહિન્દ્રા બેક્ન, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચયુએલના શેરમાં સૌથી વધુ ગિરાવટ જોવા મળી. બીજી તરફ કોલ ઈન્ડિયા, એનટીપીસી, પાવર ગ્રિડ કોર્પોરેશન, સન ફાર્મા અને આઈઓસીના શેરોમાં સૌથી વધુ ઊછાળો જોવા મળ્યો હતો. સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરવામાં આવે તો વીજળી, ધાતુ, ફાર્મા અને રિયાલિટી ઈન્ડેક્સમાં ૧-૩.૫ ટકાનો ઊછાળ જોવા મળ્યો. તો વળી ઓટો, બેક્ન, કેપિટલ ગુડ્સ અને એફએમસીજી સેક્ટરમાં વેચવાલી જોવા મળી.

બીએસઈ સેન્સેક્સ પર એચડીએફસીના શેર સૌથી વધુ ૧.૯૬ ટકાની ગિરાવટ જોવા મળી. આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેક્નના શેરમાં ૧.૭૫ ટકા, એશિયન પેઈન્ટ્સના શેરમાં ૧.૭૨ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં ૧.૬૩ ટકાની તૂટ જોવા મળી. આ ઉપરાંત એચયુએલ, એચડીએફસી બેક્ન, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેક્ન, એક્સિસ બેક્ન, એલએન્ડટી, ઈન્ડસલેન્ડ બેક્ન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસ, બજાજ ફિનસર્વ, મારુતિ, બજાજ ફાયનાન્સ, બારતી એરટેલ, નેસ્લે ઈન્ડિયા અને બજાજ ઓટોના શેર લાલ નિશાન સાથે બંધ થયા.

           સેન્સેક્સ પર એનટીપીસીના શેરોમાં સૌથી વધુ ૬.૫૨ ટકાનો ઊછાળો જોવા મળ્યો. આ ઉપરાંત પાવરગ્રિડ, સલન ફાર્મા, એસબીઆઈ, ટાઈટન, ટાટા સ્ટીલ, ડો.રેડ્ડીસ, એચસીએલ ટેક, એમએન્ડએમ, ટીસીએસ, ઈન્ફોસિસ અને આઈટીસીના સેર લીલા નિશાન સાથે બંધ થયા. રિલાયન્સ સિક્યોરિટીસના પ્રમુખ (રણનીતિ) વિનોદ મોદીએ કહ્યું કે સ્થાનિક શેર બજારોમાં મેટલ, ફાર્મા અને પીએસયુ બેક્નમાં મજબૂત લેવાલીથી દિવસના  નિચલા સ્તરેથી પણ સારી રિકવરી કરી. જિયોજિત ફાઈનાન્સ સર્વિસિસમાં ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારે કહ્યું કે યૂએસ યીલ્ડમાં જોરદાર ઊછાળાથી વિશ્વભરના શેર બજારોમાં ગિરાવટ જોવા મળી છે. એન્ય એશિયન બજારોની વાત કરવામાં આવે તો શાંઘાઈ, ટોક્યો ને સિયોલમાં શેર બજાર ભારે ગિરાવટ સાથે બંધ થયા. તો વળી, હોંગકોંગમાં શેર બજાર તેજી સાથે ક્લોઝ થયા હતા.

(7:46 pm IST)