Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ભારતનો 8 વિકેટે દક્ષિણ આફ્રિકા સામે વિજય: કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવની ફિફટી

દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી: કેએેલ રાહુલે વિજયી છગ્ગો લગાવી ભારતને 8 વિકેટે જીત અપાવી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ ટી20 મેચને ભારતે જીતી લીધી છે. આ સાથે જ ભારતે સિરીઝમાં 1-0 થી સરસાઈ મેળવી છે. ભારતીય ટીમે આ પહેલા ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે હરાવ્યુ હતુ. ત્યાર બાદ હવે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચ પણ ભારતે રન ચેઝ કરીને પોતાના નામે કરી લીધી છે. સૂર્યકુમાર યાદવ અને ટીમના વાઈસ કેપ્ટન કેએલ રાહુલે શાનદાર વિજયી ભાગીદારી રમત નોંધાવી હતી. બંનેએ અડધી સદી નોંધાવી હતી. અંતમાં કેએેલ રાહુલે વિજયી છગ્ગો લગાવી ભારતને 8 વિકેટે જીત અપાવી હતી.

  આ પહેલા ભારતીય યુવા બોલર અર્શદીપ સિંહ અને દીપક ચાહરે દક્ષિણ આફ્રિકાની બેટીંગ લાઈનને શરુઆતમાં જ તોડી નાંખી હતી. 15 બોલમાં જ 5 વિકેટ ભારતીય બોલરોએ ઝડપીને અડધી ટીમને પેવેલિયન પરત મોકલી દીધી હતી. પરંતુ બાદમાં એઇડમન માર્કરમ અને ત્યારપછી કેશવ મહારાજની રમતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 100 રનને પાર પહોંચાડ્યો હતો

(10:28 pm IST)