Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

દેશના ત્રણ રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે 10,000 કરોડની કેબિનેટની બેઠકમાં મંજૂરી

આ રેલવે સ્ટેશનો પરથી મુસાફરી કરતા મુસાફરોને વિશેષ સુવિધા મળી શકશે.

દેશના ત્રણ મોટા શહેરોમાંથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે 10,000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જેના કારણે આ રેલવે સ્ટેશનો પરથી મુસાફરી કરતા મુસાફરોને વિશેષ સુવિધા મળી શકશે. બેઠક બાદ માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે નવી દિલ્હી છત્રપતિ શિવાજી અને અમદાવાદ  રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે રૂ. 10,000 કરોડ મંજૂર કર્યા છે. હાલમાં કુલ 199 રેલવે સ્ટેશનના પુનઃનિર્માણનું કામ પણ ચાલી રહ્યું છે

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે રેલવે સ્ટેશન શહેરના બંને ભાગોને જોડતી લિંક બનવું જોઈએ. સ્ટેશન સુધી પહોંચવા માટે 50 વર્ષનું આયોજન હોવું જોઈએ. પાટા અને પ્લેટફોર્મ પર રૂફ પ્લાઝા બનાવવામાં આવ્યા હતા. જેના પર વેઇટિંગ એરિયા, ફૂડ પ્લાઝા વગેરે છે. આ બધા માટે શરૂઆતમાં ત્રણ મોટા શહેરોના સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે.

(10:31 pm IST)