Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

કરાચીમાં એક ચીની નાગરિકની ગોળી મારીને હત્યા:

અજાણ્યા હુમલાખોરો ડેન્ટલ ક્લિનિકમાં દર્દી હોવાનો ડોળ કરીને ઘૂસ્યા:અંધાધૂંધ ગોળીબાર કર્યો ઘટનાને અંજામ આપ્યો

પાકિસ્તાનના કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ અહીં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગની આ ઘટનામાં એક ચીની નાગરિકનું મોત થયું હતું. જ્યારે બે અન્ય લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરોએ કરાચી નજીક ડેન્ટલ ક્લિનિકમાં ઘૂસીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે જણાવ્યું કે હુમલાખોરો દર્દી હોવાનો ડોળ કરીને ક્લિનિકમાં ઘૂસ્યા હતા. આ દરમિયાન તેણે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો

 ડોન સમાચારના અહેવાલ મુજબ, એસએસપી (દક્ષિણ) અસદ રઝાએ જણાવ્યું કે હુમલાખોરો કરાચીના સદર વિસ્તારના ક્લિનિકમાં દર્દી હોવાનો ઢોંગ કરીને પ્રવેશ્યા હતા. તેમણે કહ્યું કે ફાયરિંગની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક મહિલા સહિત બે લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેણે જણાવ્યું કે તમામ ચીનના નાગરિક હતા.

પોલીસે જણાવ્યું કે હુમલાનો ભોગ બનેલા લોકોની ઓળખ રોનાલ્ડ રેમન્ડ ચાઉ (25), મારગડે (72) અને રિચર્ડ (74) તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે બંને ઘાયલોને પેટમાં ગોળી વાગી છે અને હાલત ગંભીર છે. આ ઘટના બાદ સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે આવી ઘટનાઓને સહન કરી શકાય નહીં. કરાચી ઉપરાંત તેણે આઈજીપી પાસેથી પણ વિગતવાર રિપોર્ટ માંગ્યો છે

(11:34 pm IST)