Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

યુવાનોમાં વ્‍યસન બન્‍યું હાર્ટએટેક વધવાનું કારણ

આજે વર્લ્‍ડ હાર્ટ ડે : બદલાયેલી જીવનશૈલી સાથે યુવાવર્ગમાં દારૂ, ધુમ્રપાન, તમાકુના વધેલા સેવનથી જિંદગીનું જોખમ વધ્‍યું : કાર્ડિયોવાસ્‍કયુલર ડિસીઝથી દર વર્ષે ૧૮.૬ મિનિયનથી વધુ લોકોના મૃત્‍યુ

મુંબઇ,તા. ૨૯ : હૃદય આપણા શરીરનો ખૂબ જ મહત્‍વપૂર્ણ ભાગ છે. જેને સ્‍વસ્‍થ રાખવાની જવાબદારી આપણી જ છે. પરંતુ પ્રવર્તમાન સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકની સમસ્‍યા વધુ જોવા મળી રહી છે. વિશ્વભરમાં થઇ રહેલા સંશોધન અને સર્વે રિપોર્ટમાં આ વાત સામે આવી છે. જેની પાછળનું એક મુખ્‍ય કારણ બદલાયેલી જીવનશૈલી સાથે યુવાવર્ગમાં વધેલુ દારૂ, ધુમ્રપાન, તમાકુનું સેવન સહિતના વ્‍યવસનનું વધેલુ પ્રમાણ છે. કાર્ડિયોવાસ્‍કયુલર ડિસીઝ (સીવીડી)એ વિશ્વની નંબર વન કિલર છે. જેના કારણે દર વર્ષે ૧૮.૬ મિલિયનથી વધુ લોકો મૃત્‍યુ પામે છે. આ પ્રકારની ગંભીર પરિસ્‍થિતી અને હૃદયને લગતા રોગો બાબતે લોકોમાં જાગૃતિ આવે તે ઉદેશ્‍યથી દર વર્ષે વિશ્‍ય આરોગ્‍ય સંસ્‍થા દ્વારા ૨૯ સપ્‍ટેમ્‍બરે ‘વર્લ્‍ડ હાર્ટ ડે'ની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ વર્ષોથી આ દિવસની ઉજવણી થઇ રહી હોવા છતાં લોકોમાં જોઇએ તેવી જાગૃતિ જોવા મળી રહી નથી.

 

હૃદયરોગ થવા પાછળના કારણો

  •  તમાકુનું સેવન કરવાથી હૃદયરોગનો હુમલો થઇ શકે
  •  પ્રેશરની તકલીફથી પણ હાર્ટ નબળુ પડી શકે
  •  ડાયાબિટિસને કારણે પણ હાર્ટએટેકનું જોખમ
  •  લોહીમાં ચરબીનું પ્રમાણ વધવાથી હાર્ટએટેક આવી શકે
  •  શરીરના વધુ પડતા વજનથી પણ હાર્ટએટેકનું જોખમ
  •  ફાસ્‍ટફુડ
  •  તણાવ
  •  વારસાગત
  •  કસરતનો અભાવ પણ હાર્ટએટેક લાવી શકે

 

સેકન્‍ડહેન્‍ડ સ્‍મોક પણ હૃદય રોગ માટે કારણભૂત

ધુમ્રપાન (તમાકુ) છોડયાના ૨ વર્ષની અંદર કોરોનરી હૃદય રોગનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું થાય છે. સેકન્‍ડ હેન્‍ડ સ્‍મોકના સંપર્કમાં આવવું એ પણ ધુમ્રપાન ન કરનારાઓમાં હૃદયરોગનું કારણ છે. જેથી તમાકુનું વ્‍યસન છોડીને માત્ર પોતાના જ સ્‍વાસ્‍થયને નહીં, પણ આસપાસના લોકોના સ્‍વાસ્‍થ્‍યમાં પણ સુધારો કરી શકાય છે. આ ઉપરાંત કસરતને પણ પ્રાધાન્‍ય આપવું જરૂરી છે. અઠવાડિયામાં ૫ વખત ઓછામાં ઓછી ૩૦ મિનિટની મધ્‍યમ-તીવ્રતાની શારીરિક પ્રવૃતિ કરવી જોઇએ.

(ફિઝિશિયન)

જાગૃતિ અભાવે પણ હાર્ટ એટેકની શકયતા

ડાયાબિટીસ, બ્‍લડપ્રેશર સહિતની બીમારીથી પીડિત દર્દીઓમાં હાર્ટ એટેકની શકયતા રહે છે. ઘણા કેસ એવા આવે છે. જેમાં હાર્ટએટેક આવ્‍યા બાદ તેઓ ડાયાબિટીસ અને બ્‍લડપ્રેશર જેવી બિમારીથી પીડાતા હોવાનું તબીબી તપાસ બાદ ખબર પડે છે. લોકોએ નિયમિત હેલ્‍થ ચેકઅપ કરાવી જાગૃત થવાની જરૂર છે. શહેરીકરણને કારણે લોકોની જીવનશૈલી બદલાતા તણાવનું પ્રમાણ વધુ છે. જેથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

(ફિઝિશિયન)

(10:21 am IST)