Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ઉત્તરાખંડમાં ૫૦૦ રૂપિયામાં મળી શકશે એક રાત જેલનો અનુભવ

દેહરાદુન, તા.૨૯: પ્રવાસના શોખીન તથા કંઈક હટકે કરવા ઇચ્‍છતા લોકો માટે એક ન્‍યુઝ છે. ઉત્તરાખંડના પ્રવાસે જનારા લોકો હવે ૫૦૦ રૂપિયામાં એક રાતનો સાચકલી જેલનો અનુભવ મેળવી શકશે. વર્ષ ૧૯૦૩માં બાંધવામાં આવેલી હલ્‍દવાની જેલને ૧૦૦ કરતાં વધુ વર્ષ થયાં છે. આ જેલના એક હિસ્‍સાને મુસાફરો અને પ્રવાસીઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ વિભાગમાં છ સ્‍ટાફ ક્‍વૉર્ટર્સ સાથે લાંબા સમયથી ત્‍યજી દેવાયેલા જૂના શષાાગારનો પણ સમાવેશ થાય છે.

આ પહેલા શરૂ કરવામાં જ્‍યોતિષીય પરિબળ પણ કારણભૂત છે, જેમ કે કેટલાક લોકોને જ્‍યોતિષીઓ બંધનયોગમાંથી મુક્‍ત થવા માટે જેલમાં સમય ગાળવાની સલાહ આપતા હોય છે. એવી માન્‍યતા છે કે આમ ન કરે તો સંબંધિત વ્‍યક્‍તિને જેલવાસ કરવાનો વારો આવે છે.

(3:56 pm IST)