Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

હિજાબ પર પ્રતિબંધ મામલે ઈરાનના સમર્થનમાં હવે અફઘાન મહિલાઓ પણ મેદાનમાં : કાબુલમાં આવેલા ઈરાની દૂતાવાસની સામે 25 મહિલાઓએ દેખાવો કર્યા :સૈનિકોએ હવામાં ગોળીબાર કરી રેલી વિખેરવાનો પ્રયાસ કર્યો

કાબુલ : ઈરાનની મહિલાઓના સમર્થનમાં અફઘાનિસ્તાનમાં પણ મહિલાઓએ રેલી કાઢી હતી. જો કે, ગુરુવારે અહીં એક પ્રદર્શન દરમિયાન, તાલિબાન સૈનિકોએ રેલીને વિખેરવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો.

ઈરાનમાં પોલીસ કસ્ટડી દરમિયાન મહિલાના મોતને લઈને ઈરાનમાં વિરોધનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. મહિલાઓએ શાસકોની ઊંઘ હરામ કરી નાખી છે. હવે ઈરાનની મહિલાઓના સમર્થનમાં અફઘાનિસ્તાનમાં પણ મહિલાઓએ રેલી કાઢી હતી. જો કે, ગુરુવારે અહીં એક પ્રદર્શન દરમિયાન, તાલિબાન સૈનિકોએ રેલીને વિખેરવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો.

ન્યૂઝ એજન્સી AFP અનુસાર,  મહિલા દેખાવકારોને વિખેરવા માટે તાલિબાન લડવૈયાઓએ હવામાં ગોળીબાર કરીને ભીડને વિખેરી નાખી હતી.

કાબુલમાં મહિલા વિરોધીઓએ બેનરો ઉભા કર્યા અને સૂત્રોચ્ચાર કર્યાઅને "કાબુલથી ઈરાન સુધી, સરમુખત્યારશાહીને નકારો .ગુસ્સે ભરાયેલા તાલિબાન દળોએ ઝડપથી બેનરો છીનવી લીધા અને પ્રદર્શનકારીઓની સામે ફાડી નાખ્યા.

ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાન ફરી સત્તામાં આવ્યા ત્યારથી તાલિબાન અફઘાનિસ્તાનમાંથી વિદ્રોહનો સામનો કરી રહ્યું છે. સત્તામાં આવ્યા બાદ, તાલિબાને શરિયા કાયદાનો અમલ કરીને નાગરિકો, ખાસ કરીને મહિલાઓ પર અત્યંત કડક નિયંત્રણો લાદ્યા છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:06 pm IST)