Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

NCBના મુંબઈ ઝોને કરી કમાલ :બ્લેક કોકેઈન જપ્ત કરવામાં આવ્યો હોય તેવો પહેલો કિસ્સો

--NCB મુંબઈના ઝોનલ ડાયરેક્ટર અમિત ગવતે મુજબ બ્લેક કોકેઈનને પકડવું ખૂબ મુશ્કેલ છે. તેની ગંધ સુંઘનાર કૂતરો પણ તેને પકડી શકતો નથી

મુંબઈ :નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દેશમાં ગુપ્ત રીતે સપ્લાય કરવામાં આવતા ડ્રગ્સના રેકેટને તોડવા માટે સંપૂર્ણપણે સતર્ક છે. NCBના મુંબઈ ઝોને જંગી જથ્થામાં બ્લેક કોકેઈન જપ્ત કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ત્રણ કિલોગ્રામથી વધુ કાળા કોકેનની કિંમત અંદાજે રૂ.3 કરોડ જેટલી થાય છે. બ્લેક કોકેઈન જપ્ત કરવામાં આવ્યો હોય તેવો આ પહેલો કિસ્સો હોવાનું કહેવાય છે.

NCB મુંબઈના ઝોનલ ડાયરેક્ટર અમિત ગવતેના જણાવ્યા અનુસાર બ્લેક કોકેઈનને પકડવું ખૂબ મુશ્કેલ છે. તેની ગંધ સુંઘનાર કૂતરો પણ તેને પકડી શકતો નથી. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે સામાન્ય રીતે કોકેઈનની ગંધ આવે છે. પરંતુ બ્લેક કોકેઈનની જરાય ગંધ આવતી નથી. તેથી તેને પકડવો ખૂબ મુશ્કેલ છે. ભારતમાં પ્રથમ વખત બ્લેક કોકેઈનની દાણચોરી કરવામાં આવી છે.

NCB અધિકારીના જણાવ્યા અનુસાર, અમારી પાસે આ બ્લેક કોકેન વિશે પિન-પોઇન્ટ માહિતી હતી. તેણે જણાવ્યું કે આ બ્લેક કોકેન મુંબઈથી ગોવા જવાનું હતું. એનસીબીની કાર્યવાહી હજુ ચાલુ છે. એનસીબીએ તેના ટ્વિટર હેન્ડલ દ્વારા જણાવ્યું હતું કે બ્યુરોએ બ્રાઝિલથી આવતા 3.20 કિલો હાઈ ગ્રેડ બ્લેક કોકેઈન જપ્ત કરી છે. આ બધું એક અભિયાન હેઠળ શક્ય બન્યું છે. દેશના અલગ-અલગ શહેરોમાં તેના કેરિયર અને રીસીવરની ધરપકડ કરવામાં આવી છે.

(7:09 pm IST)