Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

હવે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને Z+ શ્રેણીની સુરક્ષા અપાશે

ગુપ્તચર એજન્સીના (IB) રિપોર્ટ બાદ ગૃહ મંત્રાલયે અંબાણીને Z+ શ્રેણીની સુરક્ષા આપવાનો આદેશ કર્યો

નવી દિલ્હી :  ગૃહ મંત્રાલયે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષામાં વધારો કર્યો છે. સૂત્રો મુજબ આ નિર્ણય ગુપ્તચર એજન્સીના (IB) રિપોર્ટ બાદ લેવામાં આવ્યો છે. આઈબીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અંબાણીની સુરક્ષાને ખતરો છે. આ પછી ગૃહ મંત્રાલયે અંબાણીને Z+ શ્રેણીની સુરક્ષા આપવાનો આદેશ કર્યો હતો. અગાઉ અંબાણીને Z શ્રેણીની સુરક્ષા મળતી હતી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીને અગાઉ ‘Z’ની સુરક્ષા આપવામાં આવી હતી. .

  ભારતમાં માન્યતા પ્રાપ્ત એટલે કે લોકપ્રિય વ્યક્તિઓને સુરક્ષા કવચ આપવાની ભલામણ કરવામાં આવે છે. જોકે આ પહેલા ગૃહ મંત્રાલય તરફથી ખતરા અંગેની રિપોર્ટ માંગવામાં આવે છે. તપાસ એજન્સીઓ જ્યારે વ્યક્તિ વિશે જાણ મંત્રાલયને જાણ કરે છે અને તેના આધારે સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એજન્સીઓ દ્વારા ખતરાનું મૂલ્યાંકન પાંચ કેટેગરીમાં કરવામાં આવે છે. તે X, Y, Z, Z+, SPG તરીકે ઓળખાય છે. વડાપ્રધાન અને પૂર્વ વડાપ્રધાનના પરિવારજનોને SPG સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.

(7:58 pm IST)