Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ભારતને 2047 સુધી ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનો PFIનો ઈરાદો: મહારાષ્ટ્રના ATS ચીફે કર્યો દાવો

મહારાષ્ટ્ર ATS ચીફ વિનીત અગ્રવાલ દાવો કરે છે કે PFI પોતાને એક સામાજિક સંસ્થા તરીકે રજૂ કરે છે, પરંતુ આ સત્ય નથી:પોતપોતાના ઘરની છતમાં સ્વરક્ષણ માટે ઈંટો, પથ્થરો અને તીક્ષ્ણ હથિયારો રાખવાની સલાહ આપે છે

મુંબઈ :પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનો  ઉદ્દેશ્ય વર્ષ 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનો હતો. આ હેતુ માટે PFIની શાખાઓનું નેટવર્ક સમગ્ર દેશમાં નાખવામાં આવી રહ્યું છે. દરેક જગ્યાએ લોકોને પ્રવચનો આપીને તેમના મનમાં આ વિચાર ભરાઈ રહ્યો હતો અને તેઓને પોતપોતાના ઘરની છતમાં સ્વરક્ષણ માટે ઈંટો, પથ્થરો અને તીક્ષ્ણ હથિયારો રાખવાની સલાહ આપવામાં આવી રહી હતી. આ દાવો મહારાષ્ટ્ર એન્ટી ટેરર સ્ક્વોડના ચીફ દ્વારા કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર ATS ચીફ વિનીત અગ્રવાલ દાવો કરે છે કે PFI પોતાને એક સામાજિક સંસ્થા તરીકે રજૂ કરે છે, પરંતુ આ સત્ય નથી.

આ વાતનો ખુલાસો મહારાષ્ટ્ર એટીએસ ચીફ દ્વારા આજે (29 સપ્ટેમ્બર, ગુરુવાર) સમાચાર એજન્સી ANIને આપવામાં આવેલા તેમના નિવેદનમાં કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, ‘PFI પોતાને સામાજિક પ્રગતિ, અધિકારો અને ન્યાય અને શારીરિક કસરત જેવા કાર્યો માટે મદદ કરતી સંસ્થા તરીકે વર્ણવે છે. પરંતુ ભીડ એકઠી કર્યા પછી, લોકોને તેમના વાસ્તવિક હેતુ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ માટે તેમને પ્રવચનો આપવામાં આવે છે અને સ્વ-બચાવ માટે તેમના ઘરની છત પર ઇંટો અને પથ્થરો અને તીક્ષ્ણ હથિયારો રાખવાની સલાહ આપવામાં આવે છે.

વિનીત અગ્રવાલે વધુમાં કહ્યું ‘અમે ડેટા અને પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. PFIની યોજના 2047 સુધીમાં દેશને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાની હતી. તેઓ નફરત ફેલાવવા લોકોને ગેરમાર્ગે દોરતા હતા. તેમના ઉદ્દેશ્યમાં ટાર્ગેટને અડચણરૂપ બનતા ઓળખવા અને હત્યાને અંજામ આપવા માટે કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. અમે ટૂંક સમયમાં તેનું એકાઉન્ટ ફ્રીઝ કરવા જઈ રહ્યા છીએ.

(8:54 pm IST)