Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

નેચરલી વાળને કાળા કરવા માટે બ્લેક ટી શ્રેષ્ઠ: ડુંગળીના રસમાં ભરપૂર એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જેના કારણે વાળના મૂળમાં જમા થયેલો ડેન્ડ્રફ દૂર થાય

વાળની તકલીફના નિરાકરણ માટે લોકો દવાઓ અને હેરકલરનો ઉપયોગ કરે છે પણ તેની પાછળથી આડઅસર થાય

નવી દિલ્હી: આજના જમાનામાં ઈરરેગ્યુલર લાઈફસ્ટાઈલની સૌથી વધુ ખરાબ અસર લોકોના વાળ પર પડી રહી છે. લોકોના વાળ ના માત્ર ખરી રહ્યાં છે પણ જલ્દી સફેદ પણ થઈ રહ્યા છે. સ્ત્રી હોય કે પૂરુષ, દરેક જણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. વાળની તકલીફના નિરાકરણ માટે લોકો દવાઓ અને હેરકલરનો ઉપયોગ કરે છે, પણ તેની પાછળથી આડઅસર થાય છે. આજે અમે તમને કુદરતી રીતે વાળને કાળા કરવા માટે કેટલીક ટિપ્સ આપીશું જેના ઉપયોગથી તમારા વાળ ફરી ચમકશે.

બ્લેક ટી-

નેચરલી વાળને કાળા કરવા માટે બ્લેક ટીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટની માત્રા વધારે જોવા મળે છે, જેથી વાળ મજબૂત અને હેલ્ધી બને છે. જો તમે તમારા વાળને કાળા કરવા માગો છો, તો તમે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

સૌથી પહેલા 2 ગ્લાસ પાણી ઉકાળો અને તેમાં 3-4 ચમચી બ્લેક ટી નાખો. પછી 1 ટી સ્પૂન મીઠું નાખો અને તેને સારી ઉકાળો. લગભગ 10 મિનિટ પછી પાણીને ગેસ પરથી ઉતારો અને ઠંડુ કરો. પછી તેને ગરણીથી ગાળીને વાળ પર લગાવો અને અડધા કલાક પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો. તમારા વાળ નેચરલી રીતે કાળા દેખાશે.

ડુંગળીનો રસ-

ડુંગળીના રસમાં ભરપૂર એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જેના કારણે વાળના મૂળમાં જમા થયેલો ડેન્ડ્રફ દૂર થાય છે. તેમાં સલ્ફર વાળના મૂળને મજબૂત બનાવે છે અને હેરફોલ ઘટે છે. એન્ટી-ઓક્સીડેન્ટ વાળને કાળા કરે છે. તેનો ઉપયોગ કરવા 3-4 ડુંગળીને લો અને તેનો રસ કાઢો. પછી તે રસને વાળના મૂળમાં લગાવો અને આખી રાત રહેવા દો. સવારે ઉઠ્યા પછી વાળને હૂંફાળા પાણીથી ધોવો. અઠવાડિયામાં 3-4 વખત આમ કરવાથી વાળ પહેલાની જેમ કુદરતી કાળા જોવા મળશે.  થવા લાગશે.

(12:06 pm IST)