Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

બાંગ્લાદેશમાં કુદરતી ગેસનો ભંડાર મળી આવ્યો: પાવર, એનર્જી અને મિનરલ રિસોર્સના રાજ્ય મંત્રી નસરુલ હમીદે નવા ગેસ રિઝર્વની શોધની જાહેરાત કરી

ગેસ ભંડાર દક્ષિણી ભોલા જિલ્લામાં મળી આવ્યો: નવા શોધાયેલા ભોલા કૂવામાંથી દરરોજ 20 મિલિયન ક્યુબિક ફીટથી વધુ ગેસ કાઢવાની અપેક્ષા

ઢાકા: બાંગ્લાદેશમાં કુદરતી ગેસનો ભંડાર મળી આવ્યો છે જેના કારણે દેશનાં અર્થતંત્રમાં તેજી આવવાની વાતો થઇ રહી છે. અહેવાલો અનુસાર, આ ગેસ ભંડાર દક્ષિણી ભોલા જિલ્લામાં મળી આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાવર, એનર્જી અને મિનરલ રિસોર્સના રાજ્ય મંત્રી નસરુલ હમીદે નવા ગેસ રિઝર્વની શોધની જાહેરાત કરી હતી. તેમના મંત્રાલયના નવા શોધાયેલા ભોલા કૂવામાંથી દરરોજ 20 મિલિયન ક્યુબિક ફીટથી વધુ ગેસ કાઢવાની અપેક્ષા છે.

ગેસની શોધ ચાલુ રહેશે

મંત્રીએ કહ્યું કે પેટ્રોબંગલા 2025 સુધીમાં 46 નવા એક્સ્પ્લોરેશન, ડેવલપમેન્ટ અને વર્ક-ઓવર કૂવાઓ ડ્રિલ કરવા જઈ રહ્યું છે. તેમણે દેશમાં કુદરતી ગેસની શોધ ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો. ભોલા જિલ્લામાં ગેસની રચના રાજ્ય સંચાલિત બાંગ્લાદેશ પેટ્રોલિયમ એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા કુવાઓ શોધાયા છે

વર્ષોથી BAPEX એ લગભગ એક ડઝન નાના-મધ્યમ કદના ક્ષેત્રો શોધ્યા છે. અત્યાર સુધીનો સૌથી મોટો કુવો ભોલામાં છે, જે 3,403.48 ચોરસ કિમી વિસ્તાર ધરાવે છે અને રાજધાની ઢાકાથી લગભગ 205 કિમી દક્ષિણમાં આવેલા એક ઑફશોર ટાપુ છે, જે સેંકડો અબજો ઘનફૂટના અનામતનો દાવો કરે છે.

(12:05 pm IST)