Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

ભૂખમરો અને મોંઘવારીથી બેહાલ પાકિસ્તાનના લોકોને હવે કુદરત પણ ડરાવવા લાગીઃ પાકિસ્તાનમાં ૬.૩ તીવ્રતાનો બપોરે 12.54 કલાકે ભૂકંપનો આંચકોઃ તાજિકિસ્તાનમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ

ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તાનમાં ક્યાંક હતું અને ઊંડાઈ 150 કિમી હતી.

નવી દિલ્‍હીઃ ભૂખમરો અને મોંઘવારીથી બેહાલ પાકિસ્તાનના લોકોને હવે કુદરત પણ ડરાવવા લાગી છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ રાજધાની ઈસ્લામાબાદ અને પંજાબ પ્રાંતમાં આવ્યો છે. પાકિસ્તાનના હવામાન વિભાગે જણાવ્યું કે આ ભૂકંપ બપોરે 12.54 કલાકે આવ્યો હતો અને તેની તીવ્રતા 6.3 હતી. માહિતી મળી રહી છે કે ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તાનમાં ક્યાંક હતું અને ઊંડાઈ 150 કિમી હતી.

નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર (NSMC) અનુસાર, હજુ સુધી કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી. ઈસ્લામાબાદના એક પત્રકારે ટ્વિટર પર જણાવ્યું કે, મને ઈસ્લામાબાદમાં ભૂકંપના ખૂબ જ તીવ્ર આંચકા અનુભવાયા. હું આશા રાખું છું કે દરેક સુરક્ષિત છે. ભૂકંપની ઊંડાઈ 10 કિમી હોવાનું કહેવાય છે અને તેનું કેન્દ્ર ઇસ્લામાબાદથી 37 કિમી પશ્ચિમમાં હતું.

(4:48 pm IST)