Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

મહારાષ્ટ્રમાં હાઈવે પર ફસાઈ જતાં કાળા હરણ 30 ફૂટની ઊંચાઈએથી કૂદ્યા : 12ના મોત : પશુ પ્રેમિયોમાં અરેરાટી ફેલાઈ

સોલાપુર : અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે સોલાપુર (મહારાષ્ટ્ર)માં સોલાપુર-પુણે-મંગલવેડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH) પર એક રોડ બ્રિજ પરથી કાળા હરણનું ટોળું કૂદી પડ્યું હતું. 30 ફૂટની ઊંચાઈએથી કૂદવાથી 12 હરણના મોત થયા હતા જ્યારે 2 ઘાયલ થયા હતા.

આ ઘટના બાદ રસ્તાની બાજુમાં હરણના મૃતદેહો પડેલા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે, જે જોયા બાદ પશુ પ્રેમિયોમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.

(7:29 pm IST)