Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

વુમન અંડર-19 ટી-20માં દીકરીઓનો તરખાટ: ઈંગ્લેન્ડ ૬૮માં સમેટાયું

ભારતને વધુ એક વર્લ્ડ કપ પાક્કો

મુંબઈ:અંડર-19 ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહેલા બોલિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડીયાના બોલર્સની ઘાતક બોલિંગની સામે ઈંગ્લેન્ડની ટીમ ઘૂંટણીયે પડી હતી. ભારતીય મહિલા ક્રિકેટરોની ધુઆધાર બોલિંગને કારણે ઈંગ્લેન્ડની ટીમ ફક્ત 68 રન પર સમેટાઈ ગઈ હતી. શેફાલી વર્માની આગેવાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડ કપ મેદાને પડી છે. સાઉથ આફ્રિકાને પોચફેસ્ટ્રુમના સેનેવેસ પાર્કમાં રમાઈ રહેલી ફાઈનલમાં ભારતે ટોસ જીતીને ઈંગ્લેન્ડને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. શેફાલી વર્માની કેપ્ટનન્સીમાં ભારત મેચ રમી રહ્યું છે.

 

ઈંગ્લેન્ડને ભારતને વર્લ્ડ કપ જીતવા માટે 69 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય બોલર્સની ઘાતક બોલિંગને કારણે ઈંગ્લેન્ડ ફક્ત 68 રનમાં ઓલઆઉટ થયું હતું.

 

ભારતીય મહિલા બોલર્સ સામે ઈંગ્લેન્ડની મહિલા ખેલાડીઓ ટક્કર ઝીલી શક્યા નહોતા. ઈંગ્લેન્ડની આઠમી વિકેટ પડી. હેના બેકરને કેપ્ટન શેફાલી વર્માએ સ્ટંમ્પ આઉટ કરાવી દીધી હતી. 63 રનમાં ઈંંગ્લેન્ડની આઠમી વિકેટ પડી હતી.

 

18 વર્ષની અર્ચના દેવીએ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારત માટે 6 વિકેટ લીધી છે, તે ઉત્તર પ્રદેશના કાનપુરથી આવે છે. ઉન્નાવમાં તેની માતાએ ઈન્વર્ટર એટલા માટે ખરીદ્યું છે કારણ કે તે નથી ઈચ્છતી કે તેના ફોનની બેટરી ડાઉન થઈ જાય. આ ફોન અર્ચનાએ પણ તેને આપ્યો છે, કારણ કે આ ફોન પર તે પોતાની દીકરીને ભારત તરફથી રમતાં જુએ છે અને હવે તેમણે આ ફોન પર ફાઇનલ પણ જોઈ હતી. 19 વર્ષીય શફાલી વર્માની કહાની હવે ફેન્સ જાણે છે, તેણે છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરી અને ક્રિકેટ રમતા શીખી. 15 વર્ષની ઉંમરમાં જ્યારે શફાલીએ સીનિયર ટીમ માટે ડેબ્યૂ કર્યુ તો તેની શાનદાર બેટિંગથી બધા હચમચી ગયા હતા. 15 વર્ષીય સોનમ યાદવ, જે ફિરોઝાબાદની રહેવાસી છે. તેના પિતા મજૂર છે, ભાઈ ક્રિકેટ રમી ચૂક્યો છે પરંતુ તેને કરિયરમાં બદલી શક્યો નથી. હવે સોનમ યાદવ દરેક સપનાને પૂર્ણ કરી રહી છે અને માત્ર 15 વર્ષની ઉંમરે દેશ માટે રમી રહી છે. તેમની માતા ગુડ્ડી દેવી ક્યારેય નહોતી ઇચ્છતી કે તેમની પુત્રી ક્રિકેટ રમે, પરંતુ નિયતિએ એવી રમત બતાવી કે હવે આખો પરિવાર તેમની પુત્રીને ફાઈનલ રમતાં જોઈ હતી.

(7:32 pm IST)