Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

ઐતિહાસિક જીત : ભારતે પ્રથમ વખત કોઈ મહિલા ICC ટૂર્નામેન્ટ જીતી : અંડર-19 T20 વર્લ્ડ કપ જીત્યો

શેફાલી વર્માનું સુચારું નેતૃત્વ રંગ લાવ્યું : સમગ્ર અંડર-19 મહિલા ટિમ પર થઈ રહી છે અભિનંદન વર્ષા

નવી દિલ્હી : શેફાલી વર્માના નેતૃત્વમાં ભારતે ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને પ્રથમ મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ સાથે ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે કોઈ મહિલા ICC ટૂર્નામેન્ટ જીતી છે.

ઉલ્લેખનીય છે કે, ભારત 2005 અને 2017 ના મહિલા વર્લ્ડ કપ અને 2020 ના મહિલા T20 વર્લ્ડ કપમાં રનર્સ-અપ રહી હતી. આ જીત સાથે સમગ્ર અંડર-19 મહિલા ટિમ પર થઈ રહી છે અભિનંદન વર્ષા.

(8:05 pm IST)