Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

હરિદ્વારમાં પતંજલિ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરતા અમિતભાઈ: બાબા રામદેવે સાથે કર્યો હવન

સહકાર મંત્રાલય દ્વારા દેશના તમામ 63 હજાર સક્રિય પેકને કોમ્પ્યુટરાઇઝ કરવાનું કામ શરૂ:જનસભાને સંબોધતા ગૃહમંત્રી

નવી દિલ્હીઃકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે ગુરુવારે હરિદ્વારમાં પતંજલિ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાજ્યના સીએમ પુષ્કર સિંહ ધામી અને યોગ ગુરુ રામદેવ પણ હાજર હતા. આ પ્રસંગે અમિતભાઈ શાહ અને બાબા રામદેવે હવન પણ કર્યો હતો. 
 
અમિતભાઈનું સ્વાગત કરતાં બાબા રામદેવે ટ્વીટ કર્યું કે, પતંજલિ યુનિવર્સિટીનો ઉદ્ઘાટન સમારોહ અને સંન્યાસ દીક્ષા મહોત્સવ ભારત માતાના પ્રિય લોખંડી પુરૂષ, પ્રખર દેશભક્ત, ગૃહમંત્રી અમિત શાહની પવિત્ર હાજરીમાં યોજાશે.
 
ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહે ગુરુકુલ કાંગરી યુનિવર્સિટીના 113માં દિક્ષાંત સમારોહમાં પણ ભાગ લીધો હતો.
 
અમિતભાઈએ હરિદ્વારમાં જનસભાને પણ સંબોધી હતી. તેમણે કહ્યું કે આજે હું તમને બધાને રામ નવમીની શુભેચ્છા પાઠવું છું. આજે, સહકાર મંત્રાલય દ્વારા દેશના તમામ 63000 સક્રિય પેકને કોમ્પ્યુટરાઇઝ કરવાનું કામ શરૂ થયું છે. આ સાથે 307 જિલ્લા સહકારી બેંકો અને અન્ય ઘણી બાબતોનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ વધુમાં કહ્યું કે સહકારી મંત્રાલયની વિનંતી પર સુપ્રીમ કોર્ટે સહારા જૂથની 4 સહકારી મંડળીઓમાં રોકાણ કરનારા 10 કરોડ રોકાણકારોને તેમના નાણાં પરત કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ જનસભાને સંબોધી હતી અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

 

(9:34 pm IST)