Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

કોણે ફટકારી હતી ટી-૨૦ જગતની પ્રથમ સદી ? : ૨૦૦૩ માં બર્મિંગહામના મેદાનમા ગ્‍લુસેસ્‍ટરશાયર અને વર્સેસ્‍ટરશાયર વચ્‍ચેનાં મેચમાં રચાયો હતો ઇતિહાસ

ગ્‍લુસેસ્‍ટરશાયરના ઓપનર ઇયાન હાર્વે ૧૩૪ રનનાં ટાર્ગેનો પીછો કરતા માત્ર ૫૦ બોલમાં પોતાની અને ટી-૨૦નાં ઇતિહાસની પ્રથમ સદી ફટકારી

નવી દિલ્‍લી તા.૩૦ : ટી-૨૦ ક્રિકેટમાં હાલનાં સમયમાં રોજ નવા-નવા રેકોર્ડ બની રહ્‍યા છે. પરંતુ શુ તમને ખબર ટીં-૨૦ જગતની પ્રથમ સદી કોણે ફટકારી હતી? ૨૦૦૩માં બાર્મિંગહામનાં મેદાનમાં વર્સેસ્‍ટરશાયર અને ગ્‍લુસેસ્‍ટરશાયર વચ્‍ચે રમાયેલ મેચમાં માત્ર ૧૩૪ રનનો ટાર્ગે ચેઝ કરવા મેદાને ઉતરેલી ગ્‍લુસેસ્‍ટરશાયરનાં ઓપનર ઇયાન હાર્વેએ ધુવાધાર બેટીંગ કરી માત્ર ૫૦ બોલમાં પોતાની અને ટી-૨૦ ઇતિહાસની પ્રથમ સદી ફટકારી હતી.

વર્ષ 2003માં વર્સેસ્ટરશાયર અને ગ્લુસેસ્ટરશાયર વચ્ચે બર્મિંગહામના મેદાન પર મેચ રમાઈ હતી. આ મેચમાં નિક નાઈટની કપ્તાનીમાં રમી રહેલી વર્કશાયરની ટીમે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા હતા. સુકાની નિક નાઈટ મેચમાં માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો ત્યારે જોનાથન ટ્રોટે અણનમ 65 રનની ઇનિંગ રમીને ટીમને આ સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ સિવાય ટ્રેવર પેને પણ વોર્કશાયર માટે 21 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ગ્લુસેસ્ટરશાયર માટે માર્ક એલન અને જોન લુઈસે મેચમાં 2-2 વિકેટ લીધી હતી જ્યારે ઈયાન હાર્વેએ પણ 1 વિકેટ લીધી હતી

135 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગ્લુસેસ્ટરશાયરની ટીમે ક્રેગ સ્પેરમેન અને ઈયાન હાર્વેની ઓપનિંગ જોડી સાથે દાવની શરૂઆત કરી હતી. હાર્વેએ વધુ આક્રમક બેટિંગ કરતાં બંનેએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 96 રનની ઝડપી ભાગીદારી નોંધાવી હતી. જોકે, ક્રેગ 23 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

જે બાદ 3 નંબર પર બેટિંગ કરવા ઉતરેલી જેન્તી રોડ્સ પણ માત્ર 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ બીજા છેડેથી હાર્વેએ આક્રમક બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું અને માત્ર 50 બોલમાં 100 રન બનાવ્યા. તેણે 13 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. હાર્વેની ધમાકેદાર ઇનિંગ્સે ગ્લોસ્ટરશાયરને 8-વિકેટથી જોરદાર જીત નોંધાવવામાં મદદ કરી અને મેચ 13.1 ઓવરમાં સમાપ્ત કરી.

ઉલ્લેખનીય છે કે ,

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી ઈયાન હાર્વેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો તેણે 73 વનડેમાં બેટ વડે 715 રનનું યોગદાન આપ્યું છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં પોતાની કારકિર્દીમાં 48 રન બનાવ્યા હતા. આ બોલ સાથે હાર્વેએ 30.31ની એવરેજથી 85 વિકેટ લીધી હતી.

(8:38 pm IST)