Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

હિન્દુત્વમાં માનનારી બે પાર્ટીઓ ફરી એક થઈ ગઈ :શિવસેનાના વિધાનસભ્ય દીપક કેસરકર

ભાજપે મોટું દિલ બતાવ્યું છે. 106 ધારાસભ્યો હોવા છતાં, તેમણે એકનાથ શિંદેને સીએમ બનવા માટે કહ્યું

મુંબઈ :  શિવસેનાના વિધાનસભ્ય દીપક કેસરકરે મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના પર કહ્યું કે, થોડા સમય પહેલા અલગ થયેલા હિન્દુત્વમાં માનનારી બે પાર્ટીઓ આજે ફરી એક થઈ ગઈ છે. આ સમગ્ર ઘટનાક્રમમાં અમારા 50 સાથીઓનું યોગદાન મહત્વપૂર્ણ છે. અમે બધા ઇચ્છતા હતા કે, એકનાથ શિંદે એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બને. ભાજપે મોટું દિલ બતાવ્યું છે. 106 ધારાસભ્યો હોવા છતાં, તેમણે એકનાથ શિંદેને સીએમ બનવા માટે કહ્યું.

 

(10:47 pm IST)