Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

શ્રીલંકા સામેની મેચમાં ભારતનો ઈતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ : શરૂઆતમાં જ ધબડકો

10 ઓવરમાં અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર :માત્ર 39 રનમાં 5 વિકેટે ગુમાવી : ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય ભારે પડ્યો

કોલંબો : ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી 20 મેચમાં ભારતનાં ક્રિકેટ ઈતિહાસની શરમજનક ઘટના થઈ છે, મોટા મોટા સ્કોર કરીને ક્રિકેટનાં ધુરંધરોનો રેકોર્ડ તોડવા માટે જાણીતી ટીમ ઈન્ડિયાનો શ્રીલંકન ટીમ સામે જબરદસ્ત ધબડકો પડ્યો. શરૂઆતમાં જ ધડાધડ વીકેટ પડી જતાં સ્કોરબોર્ડ માંડ માંડ રન વધી રહ્યા હતા. મેચની પહેલી જ ઓવરમાં ટીમનાં કેપ્ટન ધવન પવેલીયનભેગા થઈ ગયા હતા. 

શ્રીલંકા સામે રમાઈ રહેલા મેચમાં T-20નાં ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ સર્જાયો છે. સ્કોર બોર્ડ પર જ્યારે 10 ઓવર પૂર્ણ થયા ત્યારે સ્કોરબોર્ડ પર માત્ર 39 રન હતા અને 5 વીકેટ ભારતે ગુમાવી દીધેલ હતી. ભારતનાં ક્રિકેટ ઈતિહાસમાં T 20નો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. ટીમનાં પાંચ શરૂઆતનાં બેટ્સમેન આઉટ થઈ ગયા.હતા

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી 20 સીરિઝની છેલ્લી મેચ આજે કોલંબોનાં પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી હતી જેમાં ભારતની ટીમમાં સંદીપ વારિયરે ડેબ્યૂ કર્યું છે. ભારતે ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો પરંતુ બેટિંગમાં જબરદસ્ત ઝટકા પર ઝટકા ટીમ ઈન્ડિયાને લાગ્યા. પહેલા બેટિંગ કરવાનો નિર્ણય ટીમ પર ભારે પડ્યો અને 36 રનમાં જ ટીમની પાંચ વીકેટ પડી ગઈ અને 10 ઓવરમાં માત્ર 39 રન જ બની શક્યા, જે અત્યાર સુધીનો સૌથી નાનો સ્કોર સાબિત થયો છે. 

શ્રીલંકન સ્પિનર અને જબરદસ્ત કેચની સામે ભારતના બેટ્સમેનોએ જાણે ઘૂંટણિયા ટેકવી દીધા. ટીમનો એક પણ ખેલાડી ટકી ન શક્યો. શ્રીલંકન સ્પિનર હસરંગાએ પોતાના જન્મદિવસે રેકોર્ડ બનાવ્યો અને 9 રન આપીને ચાર ચાર વિકેટ ખેરવી લીધી. 

(11:01 pm IST)