Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાએ ગુજરાતને આપી ભેટ

૨૦ ઓગસ્ટથી ભાવનગરથી દિલ્હી - મુંબઇની ફલાઇટ

નવી દિલ્હી તા. ૩૦ : ગુજરાત સહિત દેશના તમામ રાજયોના દરેક ખુણાને એર સર્વિસ સાથે કનેકટ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. તેના હેઠળ હવે ભાવનગરથી દિલ્હી અને મુંબઈ માટે ફલાઇટ શરૂ કરવામાં આવી રહી છે. નાગરિય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ ગુરૂવારે જણાવ્યું હતું કે ગુજરાતના ભાવનગરથી દિલ્હી અને મુંબઈ માટે ૨૦ ઓગસ્ટથી પ્રથમ વખત દૈનિક ફલાઈટનું સંચાલન થશે.

સિંધિયાએ ટ્વીટ કરતા જણાવ્યું કે નવી દિલ્હીથી ભાવનગર વચ્ચે ૨૦ ઓગસ્ટથી પ્રથમ વખત દૈનિક ફલાઈટનપં સંચાલન શરૂ થશે. તેની સાથે જ મુંબઈ-ભાવનગર વચ્ચે ફલાઈટ પણ ૨૦ ઓગસ્ટથી શરૂ થશે. તેમણે જણાવ્યું કે તેનાથી સુનિશ્ચિત રીતે ભાવનગરના નાગરિકો માટે દિલ્હી અને મુંબઈ વચ્ચે મુસાફરી સરળ તશે. જોકે તેમણે એ નથી જણાવ્યું કે આ માર્ગ પર કઇ વિમાન કંપની ફલાઈટનું સંચાલન કરશે.

નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર દેશના દરેક ખૂણાને એર સર્વિસ સાથે જોડવા માટે પ્રતિબદ્ઘ છીએ. તેની સાથે એક અન્ય ટ્વીટમાં સિંધિયાએ જણાવ્યું કે મધ્ય પ્રદેશના જબલપુરથી દૈનિક આઠ નવી ફલાઈટ શરૂ થશે. આ નવી ફલાઈટ મુંબઈ-જબલપુર-મુંબઈ, દિલ્હી-જબલપુર-દિલ્હી, ઇન્દોર-જબલપુર-ઇન્દોર અને હૈદરાબાદ-જબલપુર-હૈદરાબાદની થશે.

(11:09 am IST)