Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કેરળમાં ઝીકા વાયરસનો વધતો કહેર : નવા 5 કેસ નોંધાયા : કુલ કેસ 61 થયા

તમામ તિરુવનંતપુરમના કેસ :અલાપ્પુઝામાં કારયેલા ટેસ્ટમાં 5 લોકો સંક્રમિત મળ્યા

નવી દિલ્હી : કેરળમાં કોરોનાના હાહાકાર વચ્ચે ઝીકા વાયરસનો કહેર વધાયો છે, ઝીકાના 5 નવા કેસ સામે આવતા કુલ કેસ 61 થયા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર 5 લોકો સંક્રમિત થયા છે તે તમામ તિરુવનંતપુરમના છે. અલાપ્પુઝામાં કારયેલા ટેસ્ટમાં 5 લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

  સ્વાસ્થ્ય વિભાગના અનુસાર જે દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કરાયા નથી તેમની સ્થિતિ સારી છે. મંત્રીએ લોકોને સતર્ક રહેવા કહ્યું છે રાજ્યમાં ઝીકા વાયરસથી સંક્રમિત થનારા લોકો વધી રહ્યા છે. સીએમએ કહ્યું કે કેરળમાં ઝીકાના કેસ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના એડીઝ મચ્છરથી ફેલાય છે

  સ્વાસ્થ્ય અધિકારીના આધારે સંક્રમિત વ્યક્તિ જો બેડ રેસ્ટ કરે છે તો તેનાથી સંક્રમણ પર કાબૂ મેળવી શકાય છે. ઝીકા વાયરસ માટે કોઈ એન્ટી ફંગલ દવા કે વેક્સિન નથી.વાયરસા બચાવની રીત એ છે કે ખાસ કરીને દિવસના સમયે મચ્છર ન કરડે તેનું ધ્યાન રાખવું. વાયરસ ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક માનવામાં આવી રહ્યો છે. તેનાથી બાળકમાં પણ વાયરસ આવવાની શક્યતા રહે છે. આ સિવાય તેમાં વિકૃતિ પણ આવી શકે છે.

આ વાયરસના લક્ષણ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા છે. મચ્છર કરડવાથી 2-7 દિવસ સુધી વ્યક્તિ સંક્રમિત રહી શકે છે. ઝીકા વાયરસના લક્ષણોમાં તાવ, માથાનો દુઃખાવો, હાડકા દુઃખવા, સાંધામાં દુઃખાવો, મિતલી, ઉલ્ટી અને અસ્વસ્થતા અનુભવાય છે.

(11:00 am IST)