Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

યામાગુચીને હરાવી સિંધૂએ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો

ટોક્યો ઓલિમ્પિક બેડમિન્ટનમાં ભારતને મેડલની આશા : સિંધુ મેડલથી એક મેચ દૂર, ભારતીય શટલરે આવેશમાં કે પ્રેશરમાં આવ્યા વગર સિંધુએ બે સેટ જીતી લીધા

ટોક્યો, તા.૩૦ : ટોક્યો ઓલિમ્પિકમાં પણ પીવી સિંધુની જીત સાથેની આગેકૂચ યથાવત છે. સિંધુએ સળંગ બે સેટ જાપાનની અકાને યામાગુચીને હરાવીને હરાવીને જીતી લીધા છે. સિંધુની યામાગુચી સાથેની આ ક્વાર્ટર ફાઈનલ મેચ મુસાશિનો ફોરેસ્ટ પ્લાઝામાં રમાઈ હતી.

પોતાના પર સંપૂર્ણ કાબૂ રાખીને આવેશમાં કે પ્રેશરમાં આવ્યા વગર સિંધુએ બે સેટ જીતી લીધા હતા. આ જીત સાથે ભારતીય શટલર સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. એટલે કે, હવે સિંધુ મેડલથી માત્ર એક મેચ દૂર છે.

પહેલો સેટ ગુમાવ્યા પછી બીજા સેટમાં લાંબું અંતર હોવા છતાં જાપાનની યામાગુચીએ કમબેક કર્યું હતું. એક સમયે તે ૧૫-૧૬ સાથે આગળ પણ નીકળી ગઈ હતી પરંતુ અંતમાં બીજો સેટ પણ સિંધુએ કમાલનું પ્રદર્શન કરીને જીતી લીધો હતો.

બીજા સેટ દરમિયાન સિંધુ ઘણી આગળ ચાલી રહી હતી પરંતુ ૧૫-૧૬થી જાપાનની યામાગુચી આગળ નીકળીને ભારે ટક્કર આપી રહી હતી. પરંતુ આખરે સિંધુએ કંટ્રોલ રાખીને યામાગુચીને પાછળ છોડીને મેચ પર કબજો કરી લીધો છે.

મીરાબાઈ ચાનુ પછી ભારતને વધુ એક મેડલ મળવાનો છે. જેમાં લવલીના બોરગોહેનાએ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નિયેન ચિન ચેનને હરાવીને સેમિફાઈનમાં એન્ટ્રી કરી લીધી છે. આ સાથે જ ભારતને વધુ એક મેડલ મળવાનું નિશ્ચિત થઈ ગયું છે. આસામની ૨૩ વર્ષની બોક્સે નિયેન સામે ૪-૧થી મેચ જીતી લીધી છે. હવે તેનો સામનો વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બુસાનેજ સુરમેનેલી સામે થશે, જેણે ક્વાર્ટર ફાઈનલમાં યુક્રેનની અન્ના લિસેક્નોને હરાવી હતી.

(7:36 pm IST)