Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

બંને દેશો વચ્ચેના આર્થિક કોરીડોરનું નિર્માણ ભારતની જમીન ઉપરઃ તુરંત કામ બંધ કરો

ભારતે ચીન-પાકિસ્તાનને આપી કડક ચેતવણી

નવી દિલ્હીઃ ચીને અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓની હાલમાં બેઠક બાદ સંયુકત નિવેદનમાં જે રીતે કાશ્મીરનો ઉલ્લેખ કરાયેલ છે ભારતને જરા પણ પસંદ ન આવતા ભારતે બંને દેશોને ચેતવણી આપતા જણાવેલ કે તેઓ ભારતના અંદરના મામલામાં ડખલ અંદાજી કરવાનું બંધ કરે.

ગેરકાયદે રીતે કબજે કરાયેલ ભારતીય જમીન ઉપર ચીન-પાકિસ્તાન આર્થિક કોરીડોર (સીપીઇસી)નું નિર્માણ પણ બંધ કરે. સોમવારે બીજીંગ ખાતે પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરૈશી અને ચીનના વિદેશ મંત્રી વાંગ વચ્ચે મુલાકાત બાદ સંયુકત નિવેદનમાં ભારતના કેન્દ્રશાસીત પ્રદેશ જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કરાયેલ.

આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ જણાવેલ કે ભારત હમેંશાની જેમ આ દેશોના નિવેદનમાં જમ્મુ-કાશ્મીરના ઉલ્લેખને નકારી કાઢયુ છે. જમ્મુ-કાશ્મીર અને લડાખ ભારતનું હમેંશા અભીન્ન ભાગ રહયુ છે અને આગળ પણ રહેશે. અમે હમેંશા ચીન-પાકિસ્તાનને જણાવ્યુ છે કે સીપીઇસીનું નિર્માણ પાકિસ્તાન દ્વારા ગેરકાયદે પચાવી પડાયેલ જમીન ઉપર કરાઇ રહયું છે ત્યારે ભારત જમીનની યથાસ્થિતિ બદલવાની કોશીષની આકરી નિંદા કરે છે. અમે બધા પક્ષોને આ જગ્યાએ કોઇ પણ પ્રકારના કામને રોકવાની અપીલ કરીએ છીએ.

(3:14 pm IST)