Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વડાપ્રધાન મોદીએ સ્વાતંત્ર્ય દિવસના ભાષણ માટે યુવાઓ પાસે માંગ્યા સૂચન

ટવીટ કરીને કહ્યું લાલ કિલ્લા પરથી ગુંજશે તમારા વિચારો

નવી દિલ્હી, તા. ૩૦ :  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોતાના સ્વાતંત્ર્ય દિવસના ભાષણ માટે યુવાઓ પાસેથી તેમના વિચારો અને સૂચનો માંગ્યા છે. વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક વર્ષોથી આવું કરતા આવ્યા છે. વડાપ્રધાન યુવાઓ પાસેથી તેમના વિચારો માંગીને તેને ધ્યાનમાં રાખીને લાલ કિલ્લા પરથી પોતાનું ભાષણ આપે છે. આ તેમની પહેલ છે. જેમાં તેઓ દેશના યુવાઓના વિચારોને પોતાના ભાષણમાં સ્થાન આપે છે.

૧પ ઓગસ્ટે પોતાના ભાષણ માટે વિચારો અને સૂચનોનું આહવાન કરતા તેમણે ટવીટ કરીને લખ્યું કે ''તમારા વિચારો લાલ કિલ્લા પરથી ગુંજશે. ૧પ ઓગસ્ટે વડાપ્રધાનના ભાષણ માટે આપના શું ઇન્પુટ છે ? તેમને @mygovindia પર શેર કરો !!

વડાપ્રધાને ટવીટ કર્યાની ૧૦ મીનીટમાં જ લગભગ ૭૦૦ લોકોએ લાઇક કર્યુ અને ઘણા લોકોએ સૂચન પણ આપ્યા છે.

(3:16 pm IST)