Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

હરિયાણામાંથી સતત પાણી છોડાતા યમુના નદી ફરી વખત તોફાની બની

કાંઠાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર : જળસ્તરમાં સતત વધારો

નવી દિલ્હી, તા. ૩૦ : હરિયાણાના હથિની કુંડ બૈરાજથી સતત પાણી છોડ્યા પછી દિલ્હીમાં યમુના નદી એક વખત ફરીથી તોફાની બની છે. યમુનાનું જળસ્તર વધી રહ્યું છે. જોકે, યમુના નદી અત્યારે પોતાના ખતરાના નિશાનાથી નીચે પરંતુ ર્વોનિંગ લેવલથી ઉપર વહી રહી છે. યમુના નદીમાં જળસ્તર વધવાની સાથે નીચેના વિસ્તારમાં પુરનો ખતરો જોવા મળી રહ્યો છે. દિલ્હી વાદળોથી ઢંકાઇ ગયું છે અને હવામાન વિભાગે યમુના કાંઠાના વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યો છે.યમુનાનગરના હથિનીકુંડ બેરાજમાંથી બે દિવસથી પાણી છોડવામાં આવી રહ્યો છે. લાખો ક્યુસેક પાણી દિલ્હી તરફ આવી રહ્યો છે. યમુનાના વધતા જળસ્તરને જોતા લોખંડનો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. હાલમાં દિલ્હીમાં યમુનાનું જળસ્તર ૨૦૫.૧૭ મીટર પર છે. જે ચેતવણીના સ્તર (૨૦૪.૫૦ મીટર)ને પાર કરી ચૂક્યું છે. જોકે, અત્યારે ખતરાનો સ્તર (૨૦૫.૩૩ મીટર)થી ૧૬ સેન્ટીમીટર નીચે છે.

જ્યાં સુધી દિલ્હીમાં યમુનાના તોફાનની વાત કરીએ તો તેના પર તમામ એજન્સીઓ સતત નજર રાખી છે. સ્થિતિ ગંભીર થઈ તો યમુનાના કાંઠાના કેટલાક અન્ય વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. જ્યારે પ્રશાસન રાહત અને બચાવનું કામ સંભાળી શકે છે.

હથિની કુંડ બેરાજથી બુધવારે યમુના નદીમાં ૧.૬ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જે દિલ્હી તરફ આવી રહ્યું છે. જ્યારે ગુરૂ.વારે પણ ૧.૧૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. હથિની કુંડ બેરાજથી મોટી માત્રામાં યમુનામાં પાણી છોડવાથી દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર વધી ગયું છે.

સાવધાની દર્શાવતા જૂની દિલ્હી સ્થિત લોખંડનો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે યમુના કાંઠાના વિસ્તારોને પણ એલર્ટ આપી દેવામાં આવ્યો છે. હથિની કુંડથી છોડવામાં આવેલા પાણી ઉપરાંત દિલ્હીમાં વરસાદ પણ આફત બની રહ્યો છે. બે દિવસમાં પડેલા ધોધમાર વરસાદે પણ યમુના જળ સ્તર પર પ્રભાવ પાડ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આજ માટે મધ્યમથી ભારે વરસાદની જાહેરાત કરી છે.

(4:05 pm IST)