Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મિશન-2024ની તૈયારી શરૂઃ હવે દર બે મહિને દિલહી આવવાની મમતા બેનરજીની જાહેરાતઃ બંગાળમાં મોટી જીત બાદ ઉત્‍સાહ છવાયો

ભાજપને હરાવવા માટે હવે એક થવુ પડશેઃ વિપક્ષનો ચહેરો બનાવવાનો પ્રયાસ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મિશન 2024ની તૈયારી શરૂ કરી દીધી છે. પાંચ દિવસ દિલ્હીના પ્રવાસ દરમિયાન મમતા બેનરજીએ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની સાથે સાથે દેશના કેટલાક વિપક્ષના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. હવે તેમણે જાહેરાત કરી છે કે તે દર બે મહિને દિલ્હી આવશે. માનવામાં આવી રહ્યુ છે કે મમતાની આ જાહેરાત પાછળ તેમનું મિશન 2024 છે.

મમતા બેનરજીએ કહ્યુ, મે આજે શરદ પવાર સાથે વાતચીત કરી છે. મારી યાત્રા સફળ રહી. અમે રાજકીય ઉદ્દેશ્ય માટે મળ્યા. લોકતંત્ર જીવતુ રહેવુ જોઇએ. મારૂ સ્લોગન છે ‘લોકતંત્ર બચાવો, દેશ બચાવો’. અમે ખેડૂતાના મુદ્દાને સમર્થન કરીએ છીએ. હું દર બીજા મહિને દિલ્હી આવીશ.

મહત્વપૂર્ણ છે કે બંગાળમાં મોટી જીત બાદ મમતાનો આ પ્રથમ દિલ્હી પ્રવાસ હતો. આ પ્રવાસમાં તેમણે વિપક્ષના કેટલાક નેતાો સાથે મુલાકાત કરી હતી. કેટલાક દિવસ પહેલા મમતા બેનરજીએ કહ્યુ હતું કે ભાજપને હરાવવા માટે વિપક્ષે એક થવુ પડશે. મમતા આ પ્રયાસમાં લાગેલી છે. જોકે, વિપક્ષના નેતા કોણ આ સવાલનો જવાબ તેમણે ટાળી નાખ્યો હતો. મમતા બેનરજીએ કહ્યુ હતું કે તે કોઇ જ્યોતિષી નથી. મહત્વપૂર્ણ છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે. 2024 લોકસભા ચૂંટણી પહેલા મમતા સતત વિપક્ષનો ચહેરો બનાવના પ્રયાસમાં છે.

(5:26 pm IST)