Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

શ્રીલંકાના ત્રણ ખેલાડીઓ પર એક વર્ષનો પ્રતિબંધ : એક કરોડનો દંડ

બ્રિટનના પ્રવાસ પર કોવિડ-19 પ્રોટોકોલનો ઉલ્લંઘન કરવાના બદલ આકરી કાર્યવાહી : ત્રણેય ડરહમના રસ્તાઓ પર ફરતા કેમેરામાં કેદ થયા હતા

શ્રીલંકા ક્રિકેટ (SLC)એ સીનિયર ખેલાડી કુસલ મેન્ડિસ, નિરોશન ડિકવેલા અને દનુષ્કા ગુણતિલકા પર એક વર્ષનો પ્રતિબંધ સાથે એક કરોડ શ્રીલંકન રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. પાછલા મહિને બ્રિટનના પ્રવાસ પર કોવિડ-19 પ્રોટોકોલનો ઉલ્લંઘન કરવાના કારણે આ પગલાઓ ભરવામાં આવ્યા છે.

ઈંગ્લેન્ડ વિરૂદ્ધ કમિટી ઓવરોની સિરીઝ દરમિયાન કોઈએ ત્રણેયને ડરહમના રસ્તાઓ પર ફરતા કેમેરામાં કેદ કરી લીધા હતા. તે પછી તેમને પ્રવાસ વચ્ચે જ ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા.

તેમને એક સેવાનિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી અનુશાસનાત્મક કમિટી સામે પણ હાજર થવું પડ્યું, જેને ડિકલેવા માટે 18 મહિનાનો પ્રતિબંધ, જ્યારે મેન્ડિસ અને ગુણતિલકાને બે વર્ષના પ્રતિબંધ માટે ભલામણ કરી હતી.

જોકે, એસએલસીની સમિતિએ ઘરેલૂ ક્રિકેટ રમવા પર છ મહિના અને આંતરાષ્ટ્રીય ક્રિકેટ માટે એક વર્ષનો પ્રતિબંધ તેમના પર મૂકી દેવામાં આવ્યો હતો.

એસએલસી દ્વારા ખેલાડીઓ પર ત્રણ આરોપ લગાવ્યો, જેમાં કોવિડ-19 સાથે જોડાયેલા દિશા-નિર્દેશોને નજર અંદાજ કરીને બીજા ખેલાડીઓે ખતરામાં નાંખવાની સાથે રાત્રે 10.30 વાગ્યા સુધી હોટલના પોતાના રૂમમાં ના પહોંચવા અને દેશ તથા બોર્ડનું નામ બદનામ કરવું સામેલ છે.

(11:49 pm IST)