Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

નવરાત્રિ તહેવાર ઘોંઘાટ વિનાની હોવી જોઈએ : શક્તિની ઉપાસના માટે ગવાતા ગરબા અને દાંડિયારાસને લાઉડસ્પીકર, ડીજેની જરૂર નથી : બોમ્બે હાઈકોર્ટ

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે ઠરાવ્યું છે કે નવરાત્રીના ધાર્મિક તહેવારમાં દેવી 'શક્તિ'ની પૂજા કરવામાં આવે છે જેને "એક મુદ્દા પર ધ્યાન આપવાની" જરૂર છે અને તે ઘોંઘાટીયા વાતાવરણમાં કરી શકાતી નથી અને તેથી, ડીજે જેવી આધુનિક સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવાની જરૂર નથી. [પવન શામસુંદર સારડા વિ મહારાષ્ટ્ર રાજ્ય].

જસ્ટિસ સુનિલ શુક્રે અને ગોવિંદ સાનપની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે નવ દિવસના તહેવાર દરમિયાન ભક્તોને ખલેલ થતી હોય અથવા જો ભક્તો પોતે અન્યને ખલેલ પહોંચાડે તો.દેવીની પૂજા કરી શકાતી નથી

ધ્વનિ પ્રદૂષણ નિયમો, 2000 હેઠળ "સાયલન્સ ઝોન" તરીકે જાહેર કરાયેલ રમતના મેદાન પર ચાલી રહેલા નવરાત્રિ ઉત્સવ માટે સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના નિર્દેશની માંગ કરતી અરજી પર કોર્ટ સુનાવણી કરી રહી હતી.

કોર્ટે પોતાના ચુકાદામાં નવરાત્રિ દરમિયાન પૂજાનું મહત્વ સમજાવ્યું છે.
તેથી, ખંડપીઠે આયોજકોને દાંડિયા અને ગરબા કરવા માટે પરવાનગી આપી હતી પરંતુ પરંપરાગત અને સંપૂર્ણ ધાર્મિક રીતે કોઈપણ મોટા અવાજના સંગીતનાં સાધનો, ડ્રમ્સ, ટોમ-ટોમ, સાઉન્ડ સિસ્ટમ અથવા ડીજે સિસ્ટમનો ઉપયોગ કર્યા વિના ઉપાસના કરવા નિર્દેશ આપ્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:13 pm IST)