Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ રેસ્ટોરન્ટના ચેકીંગ વખતે મીડિયા રિપોર્ટરોને સાથે ન રાખવા જોઈએ : ચેન્નાઈ હોટેલ્સ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી અંતર્ગત મદ્રાસ હાઈકોર્ટનો વચગાળાનો આદેશ

ચેન્નાઇ : જસ્ટિસ આર સુરેશ કુમારે વચગાળાના આદેશમાં નિર્દેશ આપ્યો હતો કે અધિકારીઓએ આવા નિરીક્ષણો માટે માત્ર ખાનગી કેમેરા સાથે રાખવા જોઈએ અને રેકોર્ડ કરાયેલા ફૂટેજનો ઉપયોગ માત્ર પ્રોસેસ માટે જ કરવો જોઈએ અને પ્રચાર માટે નહીં.

મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે રાજ્યમાં ખાદ્ય સુરક્ષા અધિકારીઓને હોટલ, રેસ્ટોરાં વગેરેના નિરીક્ષણ દરમિયાન ટેલિવિઝન ક્રૂ અથવા અન્ય મીડિયા વ્યક્તિઓને સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. [ચેન્નઈ હોટેલ્સ એસોસિએશન વિ. તમિલનાડુ રાજ્ય].

જસ્ટિસ આર સુરેશ કુમારે વચગાળાના આદેશમાં નિર્દેશ આપ્યો હતો કે અધિકારીઓએ આવા નિરીક્ષણ માટે માત્ર ખાનગી કેમેરા સાથે રાખવા જોઈએ.

રેકોર્ડ કરાયેલા ફૂટેજનો ઉપયોગ માત્ર પ્રોસિક્યુશન હેતુઓ માટે થવો જોઈએ અને પ્રચાર માટે નહીં, કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું.

કોર્ટ ચેન્નાઈ હોટેલ્સ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ ચેન્નાઈ માટે નિયુક્ત અધિકારી, "પ્રચાર વિકૃત" હતા, જે શહેરના મોટાભાગના ફૂડ જોઈન્ટ્સની પ્રતિષ્ઠાને "કલંકિત" કરવા માટે નિર્ધારિત હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:09 pm IST)