Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ICMRના વૈજ્ઞાનિક ડો.રમણ ગંગાખેડકરએ કહ્યું ઓમીક્રોન સામે વેક્સિન સુરક્ષા કવચ પુરુ પાડી શકે

કોવિડનું નવું સંસ્કરણ સરકાર માટે તેના કેસો વધે તો પરીક્ષણ, ટ્રેસ અને ટ્રેક કરવું બહુ મુશ્કેલ નહીં હોય.

નવી દિલ્હી :ICMRના વૈજ્ઞાનિક ડો.રમણ ગંગાખેડકરે જણાવ્યું કે SARS-CoV-2ના નવા વેરિયન્ટ ઓમિક્રોનની સામે વેક્સિન સુરક્ષા કવચ પુરુ પાડી શકે છે. વૈજ્ઞાનિક ડો.રમણ ગંગાખેડકરે જણાવ્યું કે ગંગાખેડકરે જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકાના બોત્સ્વાનામાં જોવા મળતા કોવિડનું નવું સંસ્કરણ સરકાર માટે તેના કેસો વધે તો પરીક્ષણ, ટ્રેસ અને ટ્રેક કરવું બહુ મુશ્કેલ નહીં હોય.

ગંગાખેડકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંક્રમણ ઘટ્યા બાદ ઘણા લોકો માસ્ક પહેરવાની અને હેન્ડ વોશ કરવાની અવગણના કરી રહ્યા છે, જે આપણા માટે મોટી કટોકટી ઉભી કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, માસ્ક પહેરવા, સામાજિક ડિસ્ટન્સિંગ જાળવવું અને આ સમયે કોરોના સામેના મૂળભૂત નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જેઓ નબળા છે અથવા જેમણે હજી સુધી રસીનો ડોઝ લીધો નથી તેવા લોકો માટે ઓમિક્રોન ઘાતક બની શકે છે. તેમણે જણાવ્યું કે દરેકે પોતાને વાયરસથી બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને વાયરસને પોતાના શરીરની અંદર પ્રવેશવાની અને આગળ વધવાની તક ન પૂરી પાડવી જોઈએ.

 

(12:00 am IST)