Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

J&K નો દરજ્જો બહાલ કરવા માટે ચાલુ રહેશે લડાઇ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું : આઝાદે કહ્યું કે રાજ્યનો દરજ્જો બહાલ કરવા ભલે અમારે અમારો જીવ કેમ કુર્બાન ન કરવો પડે તો કરીશું

શ્રીનગર, તા.૨૮ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું કે જમ્મૂ કાશ્મીરને રાજ્યનો દરજ્જો બહાલ કરવા માટે સંઘર્ષ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી કે ક્ષેત્રના લોકોને તેમની ઓળખ પરત મળી જતી નથી. આઝાદે કહ્યું કે ભલે તેના માટે 'અમારે અમારો જીવ કેમ કુર્બાન ન કરવો પડે.'

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના દેવસર વિસ્તારમાં પાર્ટી કાર્યકર્તાઓની એક બેઠકને સંબોધિત કરતાં ગુલાબ નબી આઝાદે કહ્યું કે જમ્મૂ કાશ્મીરના વિશેષ દરજ્જાને નિરસ્ત કરવા અને તત્કાલીન રાજ્યને કેંદ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાનો કેંદ્રનો ૫ ઓગસ્ટ ૨૦૧૯ નો નિર્ણય કંઇક એવો હતો જેની કોઇએ કલ્પના પણ કરી નહી હોય. ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ જમ્મૂ કાશ્મીરમાં વિજળી પડી. કંઇક એવું થયું જેના વિશે કોઇએ વિચાર્યું ન હતું અથવા અનુમાન લગાવ્યું ન હતું. ના ફક્ત કાશ્મીર કે જમ્મૂ કે લદ્દાખના લોકોએ, પરંતુ ભારતના કોઇપણ નાગરિકે વિચાર્યું નહી હોય કે જમ્મૂ કાશ્મીરનું વિભાજન થઇ જશે. તેને બે ભાગમાં વિભાજિત કરી દો કેન્દ્ર શાસિત પ્રદેશોનું રચના કરવામાં આવશે.

જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે સામાન્ય રીતે એક કેંદ્ર શાસિત પ્રદેશને રાજ્ય બનાવવામાં આવે છે, પરંતુ કદાચ પહેલીવાર કોઇ રાજ્યને કેંદ્ર શાસિત પ્રદેશમાં બનાવવામાં આવ્યું. તેમણે કહ્યું કે ચાર ઓગસ્ટ ૨૦૧૯ સુધી જે રાજ્યનો દરજ્જો હતો, તે બહાલ નહી થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે. ભલે અમારા જીવની કુરબાની કેમ ન આપવી પડે કારણ કે તે અમારી ઓળખ હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ફેબ્રુઆરી સુધી જમ્મૂ કાશ્મીરમાં નવા સીમાંકનની પ્રક્રિયા કરીને શિયાળા બાદ વિધાનસભા ચૂંટણી કરાવવી જોઇએ. આઝાદે એ પણ કહ્યું કે શિયાળાના આગામી ચાર મહિનામાં ચૂંટણી કરાવવી સંભવ નથી.  આઝાદે કહ્યું કે અમે બધાએ (જૂનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલાવવામાં આવેલી) સર્વદળીય બેઠકમાં કહ્યું હતું કે પહેલાં રાજ્યનો દરજ્જો બહાલ કરવામાં આવે અને પછી નવું સીમાંકન કરવું જોઇએ. પરંતુ સરકરે તેનો સ્વિકાર કર્યો નહી. એટલા માટે તેમને ફેબ્રુઆરી સુધી નવા સિમાંકનની પ્રક્રિયા સમાપ્ત કરવી જોઇએ અને શિયાળો પુરો થાય બાદ એપ્રિલમાં ચૂંટણી થવી જોઇએ. કોંગ્રેસના વરિષ્ઠના નેતાએ કહ્યું કે પ્રાથમિકતા એ નથી કે કોણ મુખ્યમંત્રી બને, પરંતુ એ છે કે જમ્મૂ કાશ્મીરમાં ૪ ઓગસ્ટ ૨૦૧૯ ની સ્થિતિ કેવી રીતે બહાલ કરવામાં આવે.

 

(12:00 am IST)