Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મહારાષ્ટ્રઃ કોરોના સંક્રમિત મળ્યો દક્ષિણ આફ્રીકાથી પાછો ફરનાર વ્યકિત : 'ઓમિક્રોન'ની તપાસ શરૂ

દક્ષિણ આફ્રીકાથી મહારાષ્ટ્ર પહોંચેલી એક વ્યકિત કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યો છે : તેને ઓમિક્રોન છે કે નહીં તેને લઇને તપાસ ચાલી રહી છે

મુંબઇ,તા. ૨૯ : દક્ષિણ આફ્રીકાથી મહારાષ્ટ્ર પહોંચેલી એક વ્યકિત કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યો છે. અધિકારોએ માણસોમાં કોરોનાના નવા વેરિએન્ટના સૌથી પહેલ મામલાની પુષ્ટિ દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. દેશમાં ૨૪ નવેમ્બરને કોરોનાના આ નવા સ્વરુપ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની જાણકારી આપી હતી. હાલમાં જ ભારત સરકારે સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવા નિયમો પણ જારી કર્યા છે.

કલ્યાણ ડોમ્બિલવી નગર નિગમના ડોકટર પ્રતિભા પનપાટિલે જણાવ્યું કે દક્ષિણ આફ્રીકાથી ડોમ્બિવલી પાછા ફરનાર એક વ્યકિત કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. આ શોધવા માટે તે 'ઓમિક્રોન' પોઝિટિવ છે અથવા નહી. તેના સેમ્પલ જીનોમ સીકવેન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ બાદ અધિકારી વ્યકિતના પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે.

ડોકટર પનપાટિલે જણાવ્યું તેમણે દક્ષિણ આફ્રીકાથી દિલ્હી અને દિલ્હીથી મુંબઈ યાત્રા કરી હતી. તેમણે નગર નિગમના આઈસોલેશન રુમમાં રાખવામાં આવ્યા છે. તેમના ભાઈનો તપાસ રિપોર્ટ નેગેટિવ આઈ છે. બાકી પરિવારની આજે તપાસ થવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે દક્ષિણ આફ્રીકાથી પાછા ફર્યા બાદ કોઈના પણ સંપર્કમાં આવ્યો નથી.

કોરોના વાયરસના વધારે સંક્રમક સ્વરુપ 'ઓમિક્રાન'ને લઈને વધતી ચિંતાને લઈને કેન્દ્રએ રવિવારે 'જોખમી'શ્રેણી વાળા દેશોથી આવનારા અથવા તે દેશોની થઈને ભારત પહોંચેલા પ્રવાસીઓ માટે આરટી પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. સાથે  ત્યાં સુધી પ્રવાસીને હવાઈ મથક થોડવાની પરવાનગી નથી આપવામા આવી જયાં સુધી નમૂનાની તપાસના પરિણામ પ્રાપ્ત ન થઈ જાય. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી સંશોધિત દિશા નિર્દેશોમાં આ જાણકારી આપવામાં આવી છે.

(9:58 am IST)