Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

તમારૂ હાસ્ય જણાવી શકે છે તમારી સાંસ્કૃતિક ઓળખ

આપણું હાસ્ય આપણને અન્ય લોકોથી અલગ કરે છે : સ્ટડી

નવી દિલ્હી,તા. ૨૯: શું તમે કોઈ વ્યકિતના હાસ્યની કલ્પના કરી શકો છો જે સાંસ્કૃતિક ઓળખ કરી શકે છે? હા, તે શકય છે. યુનિવર્સિટી ઓફ એમ્સ્ટરડેમના સંશોધકોએ આંતરરાષ્ટ્રીય સાથીદારો સાથેના નવા અભ્યાસમાં અહેવાલ આપ્યો છે કે આપણું હાસ્ય આપણને અન્ય લોકોથી અલગ કરે છે. આ અભ્યાસના તારણો ફિલોસોફિકલ ટ્રાન્ઝેકશન્સ બી જર્નલમાં પ્રકાશિત થયા છે.

આ અભ્યાસમાં ડચ અને જાપાની લોકો સામેલ હતા. તેમાં જાણવા મળ્યું કે પ્રેક્ષકો હાસ્ય સાંભળીને જ તે વ્યકિત તેની પોતાની સંસ્કૃતિની છે કે અન્ય જૂથની છે તે શોધી કાઢશે. સ્વયંભૂ એટલે આપોઆપ હાસ્ય ને બંને જૂથો દ્વારા સૌથી હકારાત્મક માનવામાં આવતું હતું. હાસ્ય એ એક મજબૂત પ્રતીકાત્મક અભિવ્યકિત છે, જે સહયોગ અને સામાજિક બંધનોને મજબૂત બનાવવા માટે માનવામાં આવે છે. પરંતુ સ્વયંભૂ હાસ્ય અને સ્વૈચ્છિક હાસ્ય તફાવત છે.

સ્વયંભૂ હાસ્ય એ સંપૂર્ણપણે અનિયંત્રિત પ્રતિક્રિયા છે. જાણે કે સુખ આપનાર કોઈ મજાક સાંભળીને આવે છે. આ હાસ્યમાં ધ્વનિક લક્ષણો પણ શામેલ છે. જયારે સ્વૈચ્છિક હાસ્ય ને કોઈ હેતુ માટે અવાજની અભિવ્યકિત માટે મોડ્યુલેટ કરવામાં આવે છે.

આ નવીનતમ સંશોધનો બતાવે છે કે સ્વયંભૂ હાસ્ય કરતાં સ્વૈચ્છિક હાસ્ય દ્વારા વધુ સરળતાથી ઓળખ કરી શકીએ છીએ. સ્વૈચ્છિક હાસ્યમાં વધુ અવાજનું નિયંત્રણ હોય છે, જે હસનાર વ્યકિત વિશે વધુ માહિતી જાહેર કરતું નથી. જયારે ભાવનાત્મક અભિવ્યકિતનું હાસ્ય વ્યવસ્થિત રીતે સાંસ્કૃતિક જૂથોમાં બદલાય છે. આ તફાવતના આધારે, શ્રોતા લાગણીઓને વધુ સચોટ રીતે સમજે છે અને અન્ય જૂથોમાંથી તેના સાંસ્કૃતિક જૂથની વ્યકિતને સ્પષ્ટ રીતે સમજે છે.

કેવી રીતે થયો અભ્યાસ?

અભ્યાસ દરમિયાન, સંશોધકોએ એ પણ તપાસ કરી હતી કે હાસ્ય ફકત કોઈને વ્યકિતગત રીતે ઓળખી શકે છે કે જૂથો સાથે પણ ઓળખ થઈ શકે છે. આ અભ્યાસમાં ડચ અને જાપાની લોકોની સહજ, સ્વયંભૂ હાસ્ય અને સ્વૈચ્છિક હાસ્ય કિલપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તેમાં ૨૭૩ ડચ લોકો અને ૧૩૧ જાપાની લોકોએ બિન-સંદર્ભિત હાસ્યની કિલપ્સ સાંભળી હતી. આના આધારે જાણ્યું કે,

-તેમણે જે હાસ્ય સાંભળ્યું હતું તે તેના પોતાના સાંસ્કૃતિક જૂથના લોકોનું છે કે અન્ય જૂથના લોકોનું?

- હાસ્ય સ્વયંભૂ હતું કે સ્વૈચ્છિક?

- સકારાત્મકતાના આધારે હાસ્યની દરેક કિલપને પણ રેટિંગ આપ્યું?

નિષ્કર્ષ શું છે?

ડેટાનું વિશ્લેષણ કરવા પર, સંશોધકોએ શોધી કાઢ્યું કે શ્રોતાએ તેના જૂથના સભ્યોના સ્વયંભૂ અને સ્વૈચ્છિક હાસ્ય બંનેને ઓળખ્યા, સહજ અથવા આપોઆપ આવતા હાસ્યને વધુ સકારાત્મક રેટિંગ આપ્યું, અને બીજા જૂથના લોકોની સરખામણીમાં પણ એ જ વાત રહી.

તેમણે સમજાવ્યું કે અમારા સંશોધનના તારણો દર્શાવે છે કે સહેજ પણ હસતા સાંભળીને લોકોએ સચોટ રીતે ઓળખી કાઢ્યું કે તેઓ તેમના પોતાના સાંસ્કૃતિક જૂથના છે કે અન્ય જૂથના છે. આ તારણો એ વાતનો સંકેત છે કે હાસ્ય એ એક સમૃદ્ઘ અવાજચિહ્રન છે, જેનાથી અન્ય વ્યકિતઓ વિશે વ્યાપક અનુમાન લગાવી શકાય છે.

(10:00 am IST)