Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

એરટેલ અને વોડાફોન બાદ Jioએ આપ્યો ઝટકો : પ્રીપેડ પ્લાનના ભાવ ૨૦% વધાર્યા

કેટલાક પસંદ કરેલા પ્રીપેડ પ્લાનની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી : Jioએ તેના કેટલાક લોકપ્રિય પ્લાન્સમાં રૂ. ૪૮૦ સુધીનો વધારો કરીને ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે

નવી દિલ્હી,તા. ૨૯: Airtel અને Vodafone-Idea (Vi)એ તેમના પ્લાનમાં લગભગ ૨૦ ટકાનો વધારો કરીને ગ્રાહકોને મોટો ફટકો આપ્યો છે. હવે આ લિસ્ટમાં રિલાયન્સ જિયો પણ સામેલ થઈ ગયું છે. જિયોએ રવિવારે તેના કેટલાક પસંદ કરેલા પ્રીપેડ પ્લાનની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. Jioએ તેના કેટલાક લોકપ્રિય પ્લાન્સમાં રૂ. ૪૮૦ સુધીનો વધારો કરીને ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. નવી કિંમતો ૧ ડિસેમ્બરથી લાગુ થશે. તો ચાલો જોઈએ કે હવે કયા પ્લાન પર ગ્રાહકોએ વધુ કેટલો ખર્ચ કરવો પડશે...

JioPhoneના રૂ. ૭૫ના પ્લાન માટે ૧ ડિસેમ્બરથી ગ્રાહકોએ રૂ. ૧૬ વધુ એટલે કે રૂ. ૯૧ ખર્ચવા પડશે. પ્લાનની વેલિડિટી ૨૮ દિવસની છે. આ સમયગાળા દરમિયાન, ગ્રાહકોને એક મહિના માટે કુલ ૩ GB ડેટા, અમર્યાદિત વોઇસ કોલ્સ અને ૫૦ SMS મળશે.

૨૮ દિવસની વેલિડિટી સાથે ૧૨૯ રૂપિયાનું પેક વધારા પછી ૧૫૫ રૂપિયા થઈ ગયું છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ ૨ જીબી ડેટા, અમર્યાદિત વોઇસ કોલ્સ અને ૨૮ દિવસ માટે કુલ ૩૦૦ SMS મળશે.

૨૪ દિવસની વેલિડિટી સાથે ૧૪૯ રૂપિયાનું પેક હવે ૧૭૯ રૂપિયાનું થઈ ગયું છે. પ્લાનમાં ગ્રાહકોને દરરોજ ૧ જીબી ડેટા, અમર્યાદિત વોઇસ કોલ્સ અને ૨૪ દિવસ માટે દરરોજ ૧૦૦ SMS મળશે.

૨૮ દિવસની વેલિડિટી સાથે ૧૯૯ રૂપિયાના પેકની કિંમત હવે ૨૩૯ રૂપિયા છે. પ્લાનમાં ગ્રાહકોને દરરોજ ૧.૫ GB ડેટા, અમર્યાદિત વોઇસ કોલ્સ અને ૨૮ દિવસ માટે દરરોજ ૧૦૦ SMS મળશે.

૨૮ દિવસની વેલિડિટી સાથે રૂ. ૨૪૯નું પેક વધારા પછી રૂ. ૨૯૯ થઈ ગયું છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ ૨ જીબી ડેટા, અમર્યાદિત વોઈસ કોલ અને દૈનિક ૧૦૦ એસએમએસ મળશે.

૫૬ દિવસની વેલિડિટી સાથે રૂ. ૩૯૯નું પેક વધારા પછી રૂ. ૪૭૯ થઈ ગયું છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ ૧.૫ GB ડેટા, અમર્યાદિત વોઇસ કોલ્સ સાથે દરરોજ ૧૦૦ SMS મળશે.

૫૬ દિવસની વેલિડિટી સાથે ૪૪૪ રૂપિયાનું પેક વધારા પછી ૫૩૩ રૂપિયા થઈ ગયું છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ ૨ જીબી ડેટા, અમર્યાદિત વોઈસ કોલ અને દૈનિક ૧૦૦ એસએમએસ મળશે.

૮૪ દિવસની વેલિડિટી સાથે રૂ. ૩૨૯ પેક, ગ્રાહકોને ૧ ડિસેમ્બરથી રૂ. ૩૯૫ મળશે. પ્લાનમાં કુલ ૬ GB ડેટા, અમર્યાદિત વોઇસ કોલ્સ અને કુલ ૧૦૦૦ SMS ઉપલબ્ધ હશે.

૮૪ દિવસની વેલિડિટી સાથે ૫૫૫ રૂપિયાનું પેક વધારા પછી ૭૧૯ રૂપિયા થઈ ગયું છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ ૧.૫ GB ડેટા, અમર્યાદિત વોઇસ કોલ્સ અને દૈનિક ૧૦૦ SMS મળશે.

૮૪ દિવસની વેલિડિટી સાથે ૫૯૯ રૂપિયાનું પેક વધારા પછી ૭૧૯ રૂપિયા થઈ ગયું છે. આ પ્લાનમાં ગ્રાહકોને ૮૪ દિવસ માટે દરરોજ ૨ જીબી ડેટા, અમર્યાદિત વોઇસ કોલ્સ અને દરરોજ ૧૦૦ SMS મળશે.

જીયોના નવા પ્લાન

*રૂ. ૭૫નો પ્લાન, રૂ. ૯૧નો થયો : વધારો- રૂ. ૧૬

* રૂ. ૧૨૯ પેક, રૂ. ૧૫૫; વધારો- રૂ. ૨૬

*રૂ. ૧૪૯ પેક, રૂ. ૧૭૯; વધારો- રૂ. ૩૦

* રૂ. ૧૯૯ પેક, રૂ. ૨૩૯; વધારો- રૂ. ૪૦

* રૂ. ૨૪૯ પેક, રૂ. ૨૯૯; વધારો- રૂ. ૫૦

* રૂ. ૩૯૯ પેક, રૂ. ૪૭૯; વધારો- રૂ. ૮૦

* રૂ. ૪૪૪ પેક, રૂ. ૫૩૩; વધારો- રૂ. ૮૯

* રૂ. ૩૨૯ પેક, રૂ. ૩૯૫; વધારો- રૂ. ૬૬

* રૂ. ૫૫૫, રૂ. ૬૬૬નું પેક; વધારો-રૂ. ૧૧૧

* ૫૯૯ રૂપિયાના પેકની કિંમત ૭૧૯ રૂપિયા છે; વધારો-રૂ. ૧૨૦

(10:02 am IST)