Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મહારાષ્ટ્રમાં 'ઓમિક્રોન'નો ડર

થાણેમાં રસી લગાવી ચૂકેલા ૫૫ વૃધ્ધો કોરોના સંક્રમિત

એક વૃધ્ધાશ્રમમાં રસીના બને ડોઝ લઇ ચૂકેલા ૫૫ લોકો કોરોના સંક્રમિત : ૬૨ સંક્રમિત લોકોમાંથી ૩૭ પુરૂષ અને ૨૫ મહિલાઓ : ૫ વૃધ્ધાશ્રમના કર્મચારી કોરોના પોઝિટિવ

થાણે તા. ૨૯ : ભારતમાં આને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં થાણે જિલ્લામાં એક વૃદ્ઘાશ્રમમાં રસીના બને ડોઝ લઈ ચૂકેલા ૫૫ લોકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. આ ઉપરાંત આ સાત અન્ય લોકો પણ સંક્રમિત છે અને તમામને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી.

સાત અન્ય લોકોમાં ૫ વૃધ્ધાશ્રમના કર્મચારી છે અને બે તેમના પરિવારના સભ્ય છે. જેમાંથી એક દોઢ વર્ષની બાળકી છે. આ બાદ જિલ્લા પ્રશાસનના ભિવંડી તાલુકાના સોરગાંવ ગામને કન્ટોનમેન્ટ ઝોન જાહેર કરી દીધું છે. આ વૃધ્ધાશ્રમ અહીં સ્થિત છે. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડો. મનીષ રેંગેએ જણાવ્યું કે ભિવંડી તાલુકાના ખડાવલીમાં સ્થિત 'માતોશ્રી' વૃદ્ઘાશ્રમમાં રહેનાકા કેટલાક લોકોની તબિયત ખરાબ થવાના સમાચાર મળ્યા બાદ ૧૦૯ લોકોની મેડિકલ ટીમે તપાસ કરી છે.

તેમણે જણાવ્યું તે તેમાંથી ૬૧ લોકો સંક્રમિત મળ્યા છે. તેઓને થાણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસને એક નિવેદનમાં જણાવ્યું છે કે કુલ ૬૨ સંક્રમિત લોકોમાંથી ૩૭ પુરુષ છે અને ૨૫ મહિલાઓ છે. જેમાંથી ૫૫ વૃદ્ઘાશ્રમમાં રહે છે અને તેમની ઉંમર ૬૦ વર્ષથી વધારે છે. ત્યારે ૫ કર્મચારી છે અને ૨ અન્ય કર્મચારીઓના પરિવારના સભ્ય છે. જેમાંથી દોઢ વર્ષની બાળકી છે અને એક ગર્ભવતી મહિલા છે.

જિલ્લા પ્રશાસને જણાવ્યું છે કે વૃદ્ઘાશ્રમમાં ૫ અન્ય શંકાસ્પદ દર્દીને દાખલ કરવામાં આવી છે. અહીં રહેનારા અને સંક્રમિત જોવા મળેલા ૫૫ લોકોનુ રસીકરણ પૂરૂ થઈ ચુકયું છે અને સંક્રમિત જોવા મળેલા ચાર કર્મચારીઓનું પણ રસીકરણ થઈ ચૂકયું છે. ફકત એક કર્મચારી એવો છે જેણે અત્યાર સુધીના એક પણ ડોઝ લીધો નથી.

ત્યારે દક્ષિણ આફ્રિકામાં મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બીવલીમાં પાછા ફરેલા એક વ્યકિતમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થઈ છે. કલ્યાણ- ડોમ્બીવલી નગર નિગમના એક અધિકારીએ રવિવારે જાણકારી આપી. કેડીએમસીના અધિકારીના જણાવ્યાનુસાર કોરોના વાયરસમાં સંક્રમિત જોવા મળેલા વ્યકિતમાં ઓમિક્રોન સ્વરૂપની ખરાઈ નથી થઈ. અધિકારીઓના જણાવ્યાનુસાર એક વ્યકિત ૨૪ નવેમ્બરે દક્ષિણ આફ્રીકામાં કેપટાઉન શહેરમાંથી ડોમ્બીવલી આવ્યો હતો.

(11:21 am IST)