Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

થાણેના ભીવંડીનાં ખડવલી વૃદ્ધાશ્રમમાં કોરોના વિસ્ફોટ :એકસાથે 67 વૃધ્ધો સંક્રમિત:એક નાનું બાળક અને નાની છોકરી પણ ઝપટે

કર્મચારીની પુત્રીને તાવ હતો બાદમાં કર્મચારીની તબિયત પણ થોડી ખરાબ લાગી ત્યાર પછી આખા આશ્રમમાં કોરોના ફેલાયો હોવાની ચર્ચા

મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લાના ભિવંડી વિસ્તારમાં એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીંના ખડવલી વૃદ્ધાશ્રમમાં 67 વૃદ્ધોને કોરોના થયો છે. તમામને તાત્કાલિક થાણેની જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ 67 વૃદ્ધોની સારવાર શરૂ કરવામાં આવી છે. આ 67 સંક્રમિત લોકો સિવાય એક નાનું બાળક અને એક નાની છોકરીને પણ કોરોના થયો છે. એટલે કે કુલ 69 લોકોને કોરોના થયો છે.

હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હાલમાં તેમની સ્થિતિ નિયંત્રણમાં છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તે તમામને રસી આપવામાં આવી છે

આ વૃદ્ધાશ્રમના કર્મચારીની પુત્રીને તાવ હતો. આ પછી તે કર્મચારીની તબિયત પણ થોડી ખરાબ લાગી રહી હતી. ત્યાર પછી આખા આશ્રમમાં કોરોના ફેલાઈ જવાના સમાચાર છે. એક સાથે 69 લોકોમાં કોરોના સંક્રમણ ફેલાવાથી અહીં ભયનું વાતાવરણ છે. કુલ સંક્રમિત દર્દીઓમાં 39 પુરુષો, 28 મહિલાઓ અને 2 બાળકો છે.

આ હોસ્પિટલમાં આ નવા કોરોના સંક્રમિત દર્દીઓના આગમન પહેલા ચારથી પાંચ દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. આના કારણે કર્મચારીઓને લાગ્યું કે હવે આજુબાજુમાં સંક્રમણ ઘણું ઓછું થઈ ગયું છે. પરંતુ એક સાથે આટલા બધા દર્દીઓના અચાનક આગમનને કારણે તેઓ પણ એક્શનમાં આવી ગયા છે અને સંપૂર્ણ ખંતથી દર્દીઓની સેવા અને સંભાળમાં લાગી ગયા છે.

(11:31 am IST)