Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

બહારાઇચમાં પ૦૦ ટ્રેકટર સાથે રેલી કાઢતા ભાજપ મહિલા સાંસદ

બહારાઇચ : દેશભરમાં પક્ષની વાત ખેડુતો સુધી પહોંચાડવા માટે બહારાઇચમાં ભાજપે ખેડુત ટ્રેકટર યાત્રા કાઢી હતી. આ દરમિયાન જીલ્લામાં પ૦૦ ટ્રેકટર સાથે મોટી સંખ્યામાં ખેડુતો હાજર રહેલ. ભાજપની રેલીની અધ્યક્ષતામાં લખીમપુરથી સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રેખા વર્માએ કરી હતી. યાત્રાનો ઉદેશ્ય ખેડુતોને જાગૃત કરવાનો હતો.તેમણે જણાવેલ કે નરેન્દ્રભાઇ દ્વારા ખેડુતો માટે એક ખુબ  જ સારૂ બીલ લાવવામાં આવેલ. જો કે વિરોધ બાદ તેને પરત લેવાયેલ. ખેડુતો વચ્ચે જઇ વિપક્ષોએ ભ્રમ ફેલાવાનું કામ કરેલ. હાલ પણ કેટલીક માંગોને લઇને ખેડુતો ધરણા ઉપર બેઠા છે. અમારા કેન્દ્રનું નેતૃત્વ ટુંક સમયમાં જ  તેમની માંગ અંગે વાતચીત કરી સંભવ મદદ કરવાનું કામ હાથ ધરશે.

(2:13 pm IST)