Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

અમેરિકાની મહામારી નિયંત્રણ નીતિ અપનાવે તો દરરોજ ૬.૩૦ લાખ કેસ નોંધાશે

પેકીંગ યુનિવર્સિટીની ચીનને ચેતવણી

બીજીંગ, તા.૨૯: ચીનની પેકીંગ યુનિવર્સિટીના એક સ્ટડી મુજબ ચીન કોરોના પ્રતિબંધોમાં ઝીરો ટોલરંસની નીતી છોડી દે તો સંક્રમીતો ખુબ જ વધી જશે. ચીન અમેરિકાની મહામારી નિયંત્રણ નીતિ ઉપર ચાલતા યાત્રા પ્રતિબંધ ઉઠાવવા લાગશે તો એક જ દિવસમાં ૬.૩૦ લાખની વધુ મામલાઓ આવવા લાગશે. બ્રીટનની નીતી અપનાવે તો ૨.૭૫ લાખ, ફ્રાન્સની રાહ ચાલ્યા તો ૪.૫૪ લાખ નવા મામલાઓ સામે આવી શકે છે. ચાઇનીઝ સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શનના રીપોર્ટમાં આ દેશોના ઓગષ્ટના આંકડાઓ સાથે આ તુલના કરવામાં આવી છે.

(12:38 pm IST)