Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

યુપીમાં યુપીટીઈટીની પરીક્ષા પેપર લીક થવાથી રદ્દ : ૨૬ આરોપીની ધરપકડ

લખનૌ, તા.૨૯: ઉત્તર પ્રદેશમાં યુપીટીઈટીની પરિક્ષા પેપર લીક થવાના કારણ રદ્દ થઈ ગઈ છે. આમાં ૨૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુપીટીઈટીની પરિક્ષા ગઈકાલે રવિવારે થવાની હતી. આ મામલામાં અત્યાર સુધીમાં ૨૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે.  યુપીટીઈટીએ પ્રયાગરાજ, લખનૌ કૌશાંબી, મેરઠથી લઈને ગોરખપુર અન વારાણસીમાં રેડ મારી છે. યુપી એસટીએફે આ મામલામાં ૨ સોલ્વર ગેંગના સરગનાની પણ ધરપકડ કરવામાં આવી છે.

ત્યારે પેપર લીક મામલામાં સીબીઆઈ તપાસની માંગને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. તેમજ તેમાં સંડોવાયેલા અધિકારીઓના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. સાથે સાથે અભ્યાર્થીઓને પેપર રદ્દ થતા થયેલા નુકસાનના વળતરની માંગ કરવામાં આવી છે.

યૂપી એસટીએફના આ મામલામાં સૌથી વધારે પ્રયાગરાજથી ૧૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પ્રયાગરાજના નૈની વિસ્તારમાં સોલ્વર ગેંગના સરગના રાજેન્દ્ર પટેલ અને બિહારના સોલ્વર સહિત ૮ લોકોની ધરપકડ કરવામાં  આવી છે. ઝૂસી વિસ્તારમાંથી ૩ અને જોર્જટાઉનથી ૫ લોકોની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યાનુસાર કૌશાંબીથી ઝડપાયેલ રોશન સિંહ પટેલે ટીઈટીની પહેલી પાલીનું પેપર લીક કર્યુ હતું. જ્યારે મેરઠથી પકડાયેલ મનીષ રવિ અને ધર્મેન્દ્રએ બીજી પાલીનું પેપર લીક કર્યુ. આમની ગેંગમાં અનેક લોકો સામેલ છે. જેમણે બીજી પાલીના પેપરની ૫ લાખમાં ૧૦ હજાર કોપી લીધી હતી. બાદમાં આને ૫૦-૫૦ હજારમાં ૫૦થી ૬૦ અભ્યાસાર્થીઓને વેચી દીધી હતી.

(2:48 pm IST)