Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ઓમિક્રોનની પ્રથમ તસવીર સામે આવી : ડેલ્ટા કરતા વધુ મ્યુટેશન્સ

નવી દિલ્હી, તા. ર૯ : ઈટાલીના રિસર્ચર્સે કોવિડ-૧૯ના  નવા વેરિઅન્ટ ઓમિક્રોનની પ્રથમ તસવીર જાહેર કરી છે. આ તસવીર પુષ્ટિ કરે છે કે  નવો સ્ટ્રેન મુળ કોરોના વાયરસનું અત્યંત પરિવર્તિત સ્વરૂપ એટલે કે રૂપ બદલતું છે. ડેલ્ટા વેરિઅન્ટ કરતા ઓમિક્રોન  ખુબ જ વધુ  મ્યુટેશન્સ જોવા મળી રહ્યાં છે. જો કે વિશ્વભરમાં સનસનાટી મચાવનાર આ વેરિઅન્ટ કેટલો સંક્રમક અને જીવલેણ બીમારી આપે છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

બેબી જીસસ પેડિયાટ્રિક હોસ્પિટલ (Bambino Gesù Children's Hospital)એ આ ફોટો જાહેર કર્યો છે. તે ડાબી બાજુએ ડેલ્ટા વેરિઅન્ટનું સ્પાઇક પ્રોટીન અને જમણી બાજુએ ઓમિક્રોનનું પ્રોટીન દર્શાવે છે. સંશોધકોના મતે ઓમિક્રોનના મોટાભાગના મ્યુટેશન એ જ વિસ્તારમાં છે જે માનવ કોષોના સંપર્કમાં આવે છે. તસ્વીરમાં દેખાતા લાલ રંગનો ઘેરાવો  એ દેખાડે છે કે ત્યાં ઘણો બધો ફેરફારઆવ્યો છે.  ગ્રે એરિયા એ છે જ્યાં વાયરસ તે સ્વરૂપમાં હાજર છે. રિસર્ચર્સએ કહ્યું કે વધુ અભ્યાસો બતાવશે કે નવો વાયરસ તટસ્થ છે, ઓછો ખતરનાક છે કે વધુ ખતરનાક છે.

(2:48 pm IST)