Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

યુપીમાં ગઠબંધનના રાજકારણે કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધી

૧૯૯૧ની ચુંટણીમાં કોંગ્રેસે અડધી તાકાત ગુમાવી દીધી હતી, માત્ર ૪૬ બેઠકો મળી હતી

લખનઉં: યુપીમા કોંગ્રેસ માટે ગઠબંધનોએ હંમેશા મુશ્કેલી ઉભી કરી છે. આ ૧૯૮૯માં શરૂ થયું જ્યારે કોંગ્રેસ સત્તાની બહાર થઈ ગઈ અને રાજ્ય વિધાનસભામાં માત્ર ૯૪ સીટો જીતી શક્યા. દિવંગત રાજીવ ગાંધીના નેતૃત્વ વાળી કોંગ્રેસે મુખ્યમંત્રીના રૂપમાં મુલાયમ સિંહ યાદવ સાથે જનતાદળ સરકારનું તુરંત સમર્થન કર્યું. આ એ વર્ષ પણ હતું જ્યારે રાષ્ટ્રીય સ્તર પર દેશમાં ગઠબંધનની રાજનીતિ શરૂ થઈ હતી. ૧૯૯૧માં ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની અડધી તાકાત ગુમાવી હતી અને ૪૬ સીટો સાથે સમાપ્ત થઈ ગઈ. ૧૯૯૩માં પાર્ટી વધુ નીચે ગઈ અને  માત્ર ૨૯ સીટો મળી. ૧૯૯૬માં કોંગ્રેસે બસપા સાથે ગઠબંધનમાં વિધાનસભા ચૂંટણી લડી હતી.

આ વખતે કોંગ્રેસે ૩૩ સીટો જીતી. ૨૦૦૨માં કોંગ્રેસને ૨૫ સીટોથી સંતોષ માનવો પડ્યો. ૨૦૦૭માં કોંગ્રેસ ૨૨ સીટો પર સંકેલાઈ હતી. પરંતુ ૨૦૧૨માં તેમને ૨૮ સીટો મળી. ૨૦૧૯ યૂપીમાં કોંગ્રેસ માટે સૌથી ખરાબ વર્ષ રહ્યું જ્યારે પાર્ટી પોતાનો ગઢ અમેઠી હારી ગઈ. ગોંડા જીલ્લાના એક અનુભવી કોંગ્રેસ નેતા રામ બહાદુર શ્રીવાસ્તવે કહ્યું કે, અમે ઠોકર ખાઈ શકીએ છીએ. અમે લપસી શકીએ પરંતુ અમારે શીખવું પડશે કે એકલા કેવી રીતે ચાલવું છે.

યૂપીમાં કોંગ્રેસનું પ્રદર્શન

૧૯૮૯માં કોંગ્રેસને  ૯૪ સીટો મળી જનતા દળ સરકારનું સમર્થન કર્યું.

૧૯૯૩માં કોંગ્રેસને ૨૮ સીટો મળી, સપા-બસપા ગઠબંધનનું સમર્થન કર્યું. 

૧૯૯૬માં કોંગ્રેસે બસપા સાથે ગઠબંધનોમાં ૩૩ સીટો જીતી.

૨૦૦૭માં કોંગ્રેસે માત્ર ૨૨ સીટો જીતી, બસપાની સરકાર બની. 

(3:25 pm IST)